Monday, April 15, 2024
Google search engine
HomeNationalરસ્તે ચાલતી યુવતીને જોઈ કાકા ભૂલ્યા ભાન, ખોવાઈ એવા ગયા કે રસ્તો...

રસ્તે ચાલતી યુવતીને જોઈ કાકા ભૂલ્યા ભાન, ખોવાઈ એવા ગયા કે રસ્તો પણ ભૂલી ગયા

સો.મીડિયા એક એવી જગ્યા છે, જ્યાં તમારો મૂડ એકદમ ફ્રેશ થઈ જાય છે. થોડીવાર માટે તમે જીવનની તમામ મુશ્કેલી ભૂલી જાઓ છો. અહીંયા કમાલના વીડિયો જોવા મળે છે. હાલમાં જ એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે.

આ વીડિયોમાં એક કાકા તથા યુવતી જોવા મળે છે. રસ્તા પર જ્યારે પણ યુવતી નીકળે તો યુવકો પાછળ ફરી ફરીને જોતા હોય છે. આ વીડિયોમાં કોઈ યુવક નહીં, પરંતુ કાકા એક યુવાન તથા સુંદર યુવતીને ઘુરે છે.

રસ્તો ભૂલી ગયાઃ એક યુવતી રોડ પર પોતાનો વીડિયો બનાવે છે અને ત્યારે જ કાકા સાયકલ પર ત્યાંથી પસાર થાય છે. આ કાકાનું ધ્યાન વીડિયો બનાવતી યુવતી પર જાય છે અને તેમને એ યુવતી એ હદે ગમી જાય છે કે સાયકલ ચલાવતા સમયે તે વાંરવાર પાછળ ફરીને જુએ છે.

જોકે, આ ચક્કરમાં કાકા એ પણ ભૂલી જાય છે કે તેને ક્યાં જવાનું છે. તેમની સાયકલ ખોટી દિશામાં જતી રહે છે. આ તો કાકાનું નસીબ સારું કે તે પડ્યા નહીં. જો તેઓ પડ્યા હોત તો યુવતી તેમને બરોબરનો મેથીપાક ચખાડત. આ વીડિયોમાં શાહરુખની ફિલ્મ ‘મૈં હૂ ના’નું ગીત ‘તુમ સે મિલકર દિલ કા જો હાલ હૈ ક્યા કરે..’ વાગે છે.

લોકોએ કાકાની મજાક ઉડાવીઃ આ વીડિયો સો.મીડિયામાં ‘memes.bks’ના અકાઉન્ટમાં શૅર થયો છે. વીડિયો શૅર કરીને કહેવામાં આવ્યું છે કે ‘કાકા પોતાનો રસ્તો ભૂલી ગયા.’ આ વીડિયો જોયા બાદ અનેક લોકોએ કાકાની મજાક ઉડાવી છે.

એક યુઝરે કહ્યું હતું કે કાકા કાકા બસ હવે. અન્ય એકે કહ્યું હતું કે કાકા બસ કાકા આ શું કરો છો. કાકા તમે ક્યાંક યુવતીના ચક્કરમાં હાડકા ના ભંગાવી નાખતા. એકે એવી કમેન્ટ કરી હતી કે કાકી પિયર છે એટલે કાકા બીજે નજર મારે છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page