Wednesday, April 10, 2024
Google search engine
HomeAjab Gajabરશિયન પ્લેન પક્ષીઓના ટોળાં સાથે અથડાયું, પાયલોટે ઈમરજન્સી કર્યું લેન્ડિંગ

રશિયન પ્લેન પક્ષીઓના ટોળાં સાથે અથડાયું, પાયલોટે ઈમરજન્સી કર્યું લેન્ડિંગ

રશિયાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રશિયાની એક ફ્લાઈટમાં સવાર 233 મુસાફરોનો જીવ જોખમમાં ત્યારે મુકાઈ ગયો જ્યારે વિમાનના ટેકઓફ કર્યા બાદ પક્ષીઓનું ટોળું પ્લેનને અથડાઈ ગયું હતું. જોકે પાયલોટની સૂઝબૂઝના કારણે 233 લોકોના જીવ બચી ગયા હતાં.

મીડિયા રિપોર્ટ મુજબ, રશિયાની યૂરાલ એરલાઈન્સના વિમાન એરબસ 321એ 233 મુસાફરોને લઈ મોસ્કો એરપોર્ટથી ઉડાન ભરી હતી. ત્યારે સીટીની બહાર જતાં પક્ષીઓના ટોળાં સાથે અથડાઈ ગયું હતું. જેના કારણે પાયલોટ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતો. આવી સ્થિતિમાં વિમાનને આગળ લઈ જવું સંભવ નહોતું. જોકે તે સમયે વિમાનના પાયલોટે સૂઝબૂઝનો પરિચય આપી વિમાનની ઈમરજન્સી લેન્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ત્યાર બાદ પાયલોટે સીટીના દક્ષિણ પૂર્વી વિસ્તારમાં આવેલ મકાઈના એક ખેતરમાં પ્લેનનું લેન્ડિંગ કરી દીધું હતું. પાયલોટે આટલી ચતુરાઈથી આ કામને અંજામ આપ્યો કે કોઈ પણ પ્રકારથી જાનહાનિ થતાં અટકી ગઈ હતી.

રશિયાના સ્વાસ્થ્ય મંત્રાયલ મુજબ વિમાનમાં સવાર 23 લોકોને ઈજા થઈ છે. પરંતુ કોઈ પણ યાત્રીના મોત થવા હોવાના સમાચાર નથી. રૂસની સરકારી ટેલિવિઝન કંપનીએ આ ઘટનાને એક ચમત્કાર બતાવી અને પાયલોટ દામિર યુસુપોવને ‘હીરો’ બતાવ્યો છે. જેને 233 જીવ બચાવ્યા હતાં.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #MindBlown Embark into this exciting adventure of knowledge and let your thoughts soar! ✨ Don’t just read, savor the thrill! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page