Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratગુજરાતી છોકરાનો દેશી જુગાડ, એવા એવા સાધનો બનાવ્યા કે ભલ ભલી કંપનીઓ...

ગુજરાતી છોકરાનો દેશી જુગાડ, એવા એવા સાધનો બનાવ્યા કે ભલ ભલી કંપનીઓ જોતી રહી ગઈ

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિમાં નવી તકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જુનાગઢ જિલ્લાના મૂળ કેશોદ ગામના 25 વર્ષિય વિશાલ અગ્રવાતે તૈયાર કર્યું છે મિનિ ટ્રેક્ટર. જેની મદદથી અન્નદાતા કરી શકે છે ઘઉંની કાપણી સહિત અનેક ખેતીલક્ષી કામો. આ ગ્રામીણ યુવાનના સંશોધનના કારણે શ્રમ તેમજ આર્થિક ખર્ચ ઓછો કરી શકાશે.

એક સમયમાં દેશી પદ્ધતિથી કરવામાં આવતી ખેતી હવે ધીમેધીમે આધુનિક બની રહી છે. આ આધુનિક ખેતી ખેડૂતો માટે સહજ ખર્ચાળ હોય ત્યારે ખર્ચાળ ખેતીને સસ્તી કરવા અવનવા સાધનોની શોધ લોકો કરતા હોય છે. ખેતીમાં વાવણી બાદની અનેક કામગીરી માટે એકમાંથી અનેક કામો કરતા એક જુગાડ ટ્રેક્ટરનો વિશાલ અગ્રવાલે આવિષ્કાર કર્યો છે. વિવિધ કામોમાં સહજ રીતે ઉપયોગી થઈ રહેલું મિનિ ટ્રેક્ટર ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

જૂનાગઢના કેશોદ ગામના 25 વર્ષિય વિશાલ આમ તો ફાર્મ મશીનરી અને પાવર એન્જિનિયરિંગમાં સંસોધન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં વિશાલ અગ્રવાતે અત્યાર સુધી ખેતી અને બિન ખેતી વિષયક 5 સંસોધનો વિકસાવ્યા છે. જેમાં તેમણે નાળિયેરનાં ઝાડ પર ચઢાવા માટેનું ઉપકરણ, બેટરી સંચાલિત મલ્ટીફ્રુટ હાર્વેસ્ટર, વૃક્ષ કાપણી માટે બેટરી સંચાલિત ઉપકરણ, સેનિટાઇઝર ચેમ્બર, કેક્ટસ ફળ ઉપાડવાનું ઓજાર, ઈ-રીપર સાથે બેટરી સંચાલિત નાના ટ્રેક્ટર સામેલ છે.

વિશાલભાઈએ જણાવ્યું કે, જ્યારથી હું સમજણો થયો ત્યારથી દરરોજ ખેડૂતોને ખેતરોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા સાથે કઠોર મહેનત કરતા જોયા છે. આ ખેડૂતોને ઓછા પરિશ્રમે વધુ પાક મળે તે માટે મારે યોગદાન આપવું હતું. જ્યારે મેં અને આજુબાજુના ગામડાઓમાં નારિયેળની ખેતી કરતા ધરતીપુત્રોને જોયા ત્યારે વિચાર આવ્યો કે અન્નદાતાને નારિયેળ ઉતારવામાં ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે.

તેથી ખેડૂતોની આ સમસ્યાના નિવારણ માટે પ્રોજેક્ટ વિચાર્યો અને વર્ષ 2017માં M.Techના અભ્યાસ દરમિયાન પ્રોજેક્ટ રૂપે નારિયેળીના ઝાડ પરથી નારિયેળ ઉતારવા માટે એક આધુનિક મશીનનું નિર્માણ કર્યું. આ મશીન તૈયાર કર્યા બાદ હું 20થી વધુ ખેડૂતોને મળ્યો અને તેમને આ મશીનના લાભો વિશે સમજાવ્યું, જેનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો.

વર્તમાનમાં આણંદ અગ્રેકલ્ચર યુનિવર્સિટીના ડો. આર. સ્વર્ણકર સાથે ચર્ચા કર્યા બાદ વિશાલભાઈએ એક અત્યાધુનિક ટ્રેકટરનું નિર્માણ કર્યું છે, જે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક પાવર પર સંચાલિત છે. બે મશીનોમાંથી એક નાનું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે. સંપૂર્ણરીતે તૈયાર કર્યા બાદ આ ટ્રેકટરનું પરીક્ષણ ઘઉં પર કર્યું, તો તેના પરિણામો આશ્ચર્યજનક હતા.

આ સંશોધકનું માનવું છે કે, એકવાર બેટરી ચાર્જ કર્યા બાદ ત્રણ કલાક સુધી આ મિનિ ટ્રેકટર ચાલે છે, અને એકવાર ચાર્જિગ કરવા પાછળ માત્ર 2 યુનિટનો વપરાશ થાય છે. જેનો એકવાર ચાર્જ કરવાના આશરે 10 થી 15 રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે આપણે ડીઝલવાળા રિપરનો ઉપયોગ કરીએ તો, 2 થી 3 લિટર પ્રતિ કલાક ડીઝલનો વપરાશ થાય છે એટલે તેનો ખર્ચ આશરે પ્રતિ કલાક 200 રૂપિયા જેટલો થાય છે. વિશાલભાઈએ આવા અનેક સાધનો બનાવ્યા છે જે ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયા છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! ? Embark into this thrilling experience of discovery and let your mind soar! ✨ Don’t just explore, experience the excitement! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

  2. I played on this online casino site and managed a substantial amount, but eventually, my mom fell sick, and I needed to cash out some money from my casino account. Unfortunately, I experienced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mom died due to the gambling platform. I implore for your help in lodging a complaint against this website. Please support me to obtain justice, so that others do not experience the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Dive into this exciting adventure of knowledge and let your mind roam! ? Don’t just explore, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page