Monday, April 15, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદ: બોપલમાં તુટી ગયેલી પાણીની ટાંકીના CCTV સામે આવ્યા

અમદાવાદ: બોપલમાં તુટી ગયેલી પાણીની ટાંકીના CCTV સામે આવ્યા

અમદાવાદઃ 12 ઓગસ્ટે અમદાવાદના બોપલમાં આવેલી તેજસ સ્કૂલ પાસે 20 વર્ષ જૂની 1 લાખ લિટરની ક્ષમતા ધરાવતી 30 ફૂટ ઊંચી પાણીથી છલોછલ ભરેલી ટાંકી અચાનક તુટી પડતાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતાં. જોકે આ દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જે જોઈને હચમચી જવાય તેવા છે.

આ સીસીટીવીમાં જોવા મળ્યાં મુજબ, જ્યારે ટાંકી ધસી પડી ત્યારે એક યુવક ભાગવામાં સફળ રહ્યો હતો. તેમજ ઘણાં લોકો પોતાના બાળકો સાથે ભાગી રહ્યા છે અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાર બાદ ટાંકીની આસપાસ અફડાં-તફડીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોનું ટોળું એકઠું થઈ જાય છે. તેમજ ઘટના સ્થળે પડેલા અનેક વાહનોને પણ નુકસાન થાય છે.

ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટમાં કેટરિંગના ધંધા માટે બનાવેલા શેડ અને ઝાડ પર આ ટાંકી પડી હતી. શેડ અને ઝાડ નીચે 4 લોકો દટાયા હતા. જેમાંથી ત્રણનાં મોત નિપજ્યાં હતાં જ્યારે એકને બે કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. ટાંકી પડી ત્યારે ખુલ્લામાં કામ કરી રહેલા ત્રણ લોકોને ટાંકીનો પડેલો કાટમાળ વાગતા તેઓ 8 ફૂટ સુધી દૂર ફંગોળાયા હતા.

ફાયરબ્રિગેડે ઝાડ, શેડ અને ટાંકીનો કાટમાળ જેસીબી વડે તોડ્યો હતો. કેટરિંગનો ધંધો હોવાના કારણે 30 જેટલા ગેસના બાટલા પણ ભરેલા હતા, જે ટાંકીના મુખ્ય ભાગ નીચે હતા, જેથી ચારથી પાંચ કલાક સુધી ટાંકીના કાટમાળને તોડીને ગેસનો બોટલો બ્લાસ્ટ થાય નહીં તે રીતે બહાર કાઢ્યા હતા.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown ? into this exciting adventure of discovery and let your mind roam! ✨ Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page