Monday, April 15, 2024
Google search engine
HomeGujaratજેને નવ-નવ મહિના કૂખમાં સાચવ્યો તે દીકરાનું મોં જવાનું પણ નસીબ ન...

જેને નવ-નવ મહિના કૂખમાં સાચવ્યો તે દીકરાનું મોં જવાનું પણ નસીબ ન બન્યું, રડાવી દેતો બનાવ

કોરોના કાળ બનીને ત્રાટક્યો છે. અનેક પરિવારનો ભરખી ગયો છે. એવા એવા કરુણ બનાવો સામે આવી રહ્યા છે કે માનવજાત હચમચી ઉઠી છે. ગઈ કાલે વધુ એક અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો હતો. જે જોઈને પાષણ હ્રદયના માનવીની પણ આંખો ભીની થઈ ગઈ હતી. જેમાં કોરોના પોઝિટિવ મહિલાએ બેભાન હાલતમાં જ દીકરાને જન્મ આપ્યો હતો. જેવા ભાનમાં આવ્યા કે ‘તમે દીકરાને જન્મ આપ્યો છે’ એટલું સાંભળતા જ માતાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

હચમચાવી મૂકતો આ બનાવ પાટણની હોસ્પિટલમાં બન્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ધનિયાવાડા ગામના વતની અને રાજસ્થાનના હડમતિયા ગામે પરણેલા સરોજકુંવર દેવડા ગર્ભાવસ્થા દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમને શુક્રવારે પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સરોજકુંવરબેનની તબિયત વધુ કથળતાં ગાયનેક તબીબ દ્વારા તેઓનું ઓપરેશન કરવાની ફરજ પડી હતી. મહિલાએ બેહોશ હાલતમાં જ સિઝેરિયન દરમિયાન બાળકને જન્મ આપ્યો હતો. થોડીવાર પછી સરોજકુંવરબેન ભાનમાં આવ્યા હતા.

સરોજકુંવરબેન જેવા ભાનમાં આવ્યા કે ‘તમે દીકરાને જન્મ આપ્યો છે’ એટલું સાંભળ્યું હતું. આ સાથે જ તેમના ચહેરા પર માતૃત્વ પ્રાપ્ત કર્યાની ખુશી છવાઈ ગઈ, હજી થોડીક સેકન્ડો જ વિતી હશે કે સરોજકુંવરબેને અંતિમ શ્વાસ લઈ આંખો મીંચી દીધી હતી. સરોજકુંવરબેન જન્મેલા બાળક અને પરિવારને એકલા મૂકીને અનંતની વાટ પકડી લીધી હતી. ત્યાં હાજર હોસ્પિટલના ડૉક્ટર, સ્ટાફ અને પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

હોસ્પિટલના જણાવ્યા મુજબ સિઝેરિયન દ્વારા જેન્મેલા બાળક હાલ સારી છે. તેને ધારપુર મેડિકલ કોલેજમાં બેબીકેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું છે. બાળકનો કોરોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયો છે, જેનું પરિણામ આવ્યા બાદ તેને વાલીવારસોને સોંપવામાં આવશે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Embark into this exciting adventure of knowledge and let your imagination soar! ? Don’t just read, experience the thrill! ? ? will thank you for this exciting journey through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page