Sunday, April 14, 2024
Google search engine
HomeInternationalઅફઘાનના રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા, દીકરી આ જગ્યાએ જીવે છે લક્ઝુરિયર્સ...

અફઘાનના રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા, દીકરી આ જગ્યાએ જીવે છે લક્ઝુરિયર્સ લાઈફ

કાબુલઃ તાલિબાનીઓના કબજા બાદ અફઘાનિસ્તાનના લોકોનું જીવન દરિયાની વચોવચ રહેલી હોડી જેવું થઈ ગયું છે. રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાની જનતાને તાલિબાનોના ભરોસે મૂકીને દેશ છોડીને ભાગી ગયા છે. આ જ સમયે તેમની દીકરી મરિયમ ગની ન્યૂયોર્કમાં એક વૈભવી જીવન જીવી રહી છે. ધ ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ પ્રમાણે, 42 વર્ષની મરિયમ બ્રુકલિન ક્લિન્ટન હિલની પડોશમાં રહે છે. ગુરુવાર, 19 ઓગસ્ટના રોજ ન્યૂયોર્કમાં મરિયમ ગની એક મિત્ર સાથે જોવા મળી હતી.

અમેરિકામાં જ જન્મેલી અને ત્યાં મોટી થયેલી મરિયમ આર્ટિસ્ટ તથા ફિલ્મમેકર છે. મરિયન અફઘાનિસ્તાનની મહિલાઓ કરતાં અલગ જ જીવન જીવે છે. 2015માં ન્યૂયોર્ક ટાઇમ્સમાં મરિયમે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે તેના ઘરના ફ્લોર પરથી સિલિંગ સુધીના કબાટમાં અઢળક પુસ્તકો છે. તેના ઘરમાં સીરિયાના અલેપ્પોના ભરતકામવાળા ઓશીકા તથા પિતાએ આપેલો તુર્કમેનિસ્તાનનો ગાલીચો છે.

રિપોર્ટ પ્રમાણે, મરિયમે પોતાના ફ્રિજને અનેક મોટિવેશનલ ક્વોટ્સથી ડેકોરેટ કર્યું છે. મરિયમ પોતાને પુસ્તકીયો કીડો ગણાવે છે.

હાલમાં મરિયમ પોતાના દેશ અંગે ઘણી ચિંતિત છે. તે અમેરિકામાં રહીને અફઘાનિસ્તાનના લોકોના અધિકાર માટે લડે છે. તે એક વિશેષ કેમ્પેઇન ચલાવી રહી છે. સો.મીડિયામાં તેણે સવાલ કર્યો હતો કે અફઘાનીઓની મદદ કરવા માટે આપણે શું કરી શકીએ.

મરિયમે કહ્યું હતું કે તે અફઘાનિસ્તાનમાં તેના પરિવાર, મિત્રો તથા સહકર્મીઓ અંગે ચિંતામાં છે. મરિયમ અફઘાનિસ્તાનીઓ માટે વિશેષ વિઝા ઝડપથી આપવામાં આવે તેના પર કામ કરે છે. તેણે અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું કે છેલ્લાં થોડાં દિવસથી એકતા બતાવનારા તમામ લોકોનો આભાર. આ બહુ જ મહત્ત્વનું છે. તેનાથી જે થઈ શકશે, તે તમામ કરશે.

બ્રુકલિનમાં જન્મેલી મરિયમ મેરીલેન્ડમાં મોટી થઈ છે. તેની કરિયર કળા તથા શિક્ષણ સાથે જોડાયેલી છે. મરિયમે ન્યૂયોર્ક યુનિવર્સિટી તથા મેનહટ્ટનની સ્કૂલ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સમાં અભ્યાસ કર્યો છે. તેનું કામ લંડનના ટેટ મોડર્ન તથા ન્યૂયોર્કમાં ગુગેનહાઇમ તથા મોમ દુનિયાના અનેક મ્યૂઝિમમાં બતાવવામાં આવ્યું છે.

2018માં તે વમોટના બેન્નિંગન કોલેજમાં ફેકલ્ટી મેમ્બર બની હતી. એક રિપોર્ટ પ્રમાણે, 2002માં મરિયમ પહેલી જ વાર અફઘાનિસ્તાન ગઈ હતી. આ સમયે તેની ઉંમર 24 વર્ષની હતી.

હાલમાં જ ન્યૂયોર્ક પોસ્ટના પત્રકારો મરિયમના ઘરે ગયા હતા અને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે ટિપ્પણી માગી હતી. જોકે, તેણે કંઈ જ કહેવાનો ઇનકાર કર્યો હતો. તેણે પોતાના પિતા અંગે પણ વાત કરવાની ના પાડી દીધી હતી. 2015માં એક ઇન્ટરવ્યૂમાં મરિયમે પોતાના પિતાને એકસ્ટ્રા ઓર્ડિનરી ગણાવ્યા હતાં.

મરિયમે કહ્યું હતું કે તે અલગ અલગ સંસ્કૃતિઓ વચ્ચે મોટી થઈ છે. 2015માં મરિયમની ફેમિનિસ્ટ તથા એક્ટિવિસ્ટ તરીકે ઓળખાણ આપવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે તે કલાકાર બનવા માગે છે, કારણ કે તેને લાગે છે કે એક કલાકાર હોવાને કારણે તે બહુ બધું કરી શકે છે.

ગનીને દુબઈમાં માનવતાના ધોરણે શરણ આપવામાં આવી છે. ગનીએ દાવો કર્યો હતો કે તે અફઘાનિસ્તાનમાં લોહીની નદીઓ ના વહે તે માટે તે ત્યાંથી નીકળી ગયા.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I participated on this online casino platform and won a considerable amount of earnings. However, eventually, my mother fell gravely ill, and I needed to withdraw some money from my casino balance. Unfortunately, I experienced issues and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to this casino site. I urgently ask for your support in addressing this issue with the platform. Please help me in seeking justice, to ensure others do not experience the hardship I’m facing today, and prevent them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page