મલાઈકા ફરી કેમેરામાં કેદ થઈ, ટાઈટ જીમ આઉટફીટમાં એક્ટ્રેસની તસવીરો આગની જેમ વાઈરલ

મુંબઈમાં કોરોનાના કેસો ધીમે ધીમે ઘટી રહ્યા છે. બીજી તરફ ફિલ્મો અને ટીવી સીરિયલના શૂટિંગ પર પ્રતિબંધ છે. મોટાભાગના બોલિવૂડ સ્ટાર્સ ઘરમાં રહીને જ સમય પસાર કરી રહ્યા છે. જોકે ઘણા સ્ટાર્સ પોતાની બિલ્ડિંગના કેમ્પસમાં પગ મોકળો કરવા નીકળતા જોવા મળે છે. બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પણ હાલમાં તેના પેટ ડોગને લઈને ફરતી જોવા મળી હતી. મલાઈકાની આ તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે.

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા લગભગ દરરોજ પોતાના પેટ ડોગ ફેરવવા માટે ઘરની બહાર નીકળી છે. આજે તે કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ તસવીરોમાં મલાઈકા જીમ આઉટફીટમાં જોવા મળી હતી. લોકોને તેનો આ લૂક ખૂબ પસંદ આવી રહ્યો છે.

મલાઈકા પોાના પેટ ડોગ કૈસ્પરનું ખૂબ ધ્યાન રાખે છે. એટલા માટે જ તેને રોજ ફરવા માટે લઈને નીકળે છે. પેટ ડોગ કૈસ્પરને લઈને મલાઈકા બહાર નીકળે છે તો કોરનાવાઈરસ પ્રોટોકોલનું ધ્યાન રાખે છે. તે ડબલ માસ્ક પહેરાવીને ઘરની બહાર નીકળે છે.

નોંધનીય છે કે એક્ટ્રેસ મલાઈકા કોરોનાનો શિકાર થઈ ચૂકી છે. તેણે કેટલાક મહિના પહેલાં વેક્સિન પણ લગાવી હતી. મલાઈકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ શો ને જજ કરી રહી છે. તે શિલ્પા શેટ્ટીની જગ્યાએ શોમાં આવી છે.

કોઈ ટીનએજરને પણ શરમાવે તેવું આઈટમ ગર્લ મલાઈકા અરોરા ખાનનું ફિગર છે. તા. 23 ઓગસ્ટ 1973ના જન્મેલી મલાઈકા 47 વર્ષની છે, પરંતુ તેની કાયાને આજે પણ કમનીય અને આકર્ષક છે.

એમટીવી પર વીજે તરીકે મલાઈકા અરોરાએ કેરિયરની શરૂઆત કરી હતી. પંજાબી પિતા અને કેથલિક માતાની કૂખે જન્મેલી મલાઈકા ખૂબ જ સરળતાથી ‘એમટીવી જનરેશન’નો ભાગ બની ગઈ હતી. સાયરસ બરૂચા સાથે તેણે અનેક હિટ પ્રોગ્રામમાં વીડિયો જોકિંગ કર્યું. આગળ જતાં મલાઈકાએ મોડલિંગને કેરિયર તરીકે અપનાવી. મોડલિંગ બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ તેને સફળતા મળી. દિલસે, કાલ, દબંગ, હાઉસફૂલ-2 વગેરે જેવી ફિલ્મોમાં તેણે આઈટમ નંબર કર્યાં. બિચ્છુ,ઓમ શાંતિ ઓમ, હે બેબી, હાઉસફૂલ વગેરે ફિલ્મોમાં કેમિયો અપિયરન્સ આપ્યાં છે. આ ઉપરાંત અનેક શોને તે હોસ્ટ પણ કરી ચૂકી છે.

મલાઈકા અરોરાની એક કોફી એડના શૂટિંગ વખતે તેની મુલાકાત અરબાઝ ખાન સાથે થઈ અને આગળ જતાં બંને પરણી ગયાં. બંનેને અરમાનનાં નામથી પુત્ર પણ છે. જોકે થોડા વર્ષો બાદ બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. હાલ મલાઈકા અર્જુન કપૂર સાથે લિવ-ઈનમાં રહે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *