Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

અમદાવાદ: ગુજરાતમાં વરસાદનાં વિરામ બાદ આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને લઈને ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 24મીએ પોરબંદર, 25મીએ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં જ્યારે 26 અને 27 ઓગસ્ટનાં રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ખેડા, મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા,અરવલ્લી, દાહોદ, મહિસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ વરસાદની આગાહી છે.

આ ઉપરાંત 28મીએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #MindBlown ? into this thrilling experience of imagination and let your mind fly! ? Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page