Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodજાણીતી એક્ટ્રેસ ટેનિસ પ્લેયરના હાથોમાં હાથ નાખીને ચાલતી જોવા મળી, માસ્ક પણ...

જાણીતી એક્ટ્રેસ ટેનિસ પ્લેયરના હાથોમાં હાથ નાખીને ચાલતી જોવા મળી, માસ્ક પણ પહેર્યો નહોતો

મોહબ્બતે ફેમ એક્ટ્રેસ કિમ શર્માનું ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ સાથે અફેર હોવાને લીધે અત્યારે ચર્ચામાં છે. કિમ અને લિએન્ડરનો નવો ફોટો સામે આવ્યો છે જેમાં બંને હાથમાં હાથ નાખીને મુંબઈના રોડ પર પોતાના ડૉગી સાથે ફરવા નીકળ્યાં હતાં.

વ્હાઇટ ટી-શર્ટ અને શૉર્ટ્સમાં લિએન્ડર પેસનો કેઝુઅલ લુક જોવા મળ્યો હતો. તો કિમ શર્માએ પિંક એન્ડ વ્હાઇટ કલરનો મેક્સી ડ્રેસ પહેર્યો હતો. કિમ અને લિએન્ડર સાથએ તેમનો ડૉગી પણ જોવા મળ્યો હતો.

કિમ અને લિએન્ડરના આઉટિંગના આ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. જોકે, ઘણાં લોકોએ કિમ અને લિએન્ડરને માસ્ક ના પહેરતાં જેવું-તેવું સંભળાવ્યું છે. બંને કોરોનાકાળમાં જે રીતે વગર માસ્કે ચિંતા વગર ફરી રહ્યા છે તેની લોકો આલોચના કરી રહ્યા છે.

ગયા મહિને બંનેના ગોવા વેકેશનના ફોટો વાઇરલ થયાં હતાં. જ્યાં બંને રોમેન્ટિક પોઝમાં એક બીજાને હગ કરતાં જોવા મળ્યાં હતાં. આ ફોટો સામે આવ્યા પછી તેમનું અફેર હોવાની જાણ થઈ છે.

કિમ અને લિએન્ડરના એક સાથે ઘણાં ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થાય છે. કિમ અને લિએન્ડરે અત્યારસુધી પોતાના સંબંધ વિશે કંઈ કહ્યું નથી, પણ તેમના ફોટો તેમના સંબંઘ વિશે બધું વ્યક્ત કરે છે.

કિમ અને લિએન્ડરના અફેર પર એક્ટ્રસના એક્સ બોયફ્રેન્ડ હર્ષવર્ધન રાણેએ પણ રિએક્ટ કર્યું હતું. હર્ષવર્ધન રાણેએ કિમ અને લિએન્ડરનું અફેર હોવાની વાત પર ખુશી વ્યક્ત કરી હતી અને બંનેને હોટેસ્ટ કપલ ગણાવ્યા હતાં.

કિમ લિએન્ડર પહેલાં એક્ટર હર્ષવર્ધન રાણે સાથે રિલેશનમાં હતી. બંનેનું વર્ષ 2019માં બ્રેકઅપ થઈ ગયું હતું. કિમ ક્રિકેટર યુવરાજ સિંહને પણ ડેટ કરી ચૂકી છે. બંનેનો સંબંધ લાંબો ચાલી રહ્યો હતો. તેમના લગ્નના પણ સમાચાર આવ્યા હતાં. પણ પછી બ્રેકઅપ થઈ ગયું હતું.

કિમે આમ તો ઘણી ફિલ્મો કરી છે. પણ તેમને ઓળખ ફિલ્મ મોહબ્બતેથી મળી હતી. આ મલ્ટીસ્ટારર મૂવીમાં કિમ શર્માએ પોતાની હાજરી બતાવવામાં સફળ રહી હતી. કિમ કહેતા હૈ દિલ બાર બાર, નહલે પે દહલા જેવી મૂવીમાં જોવા મળી હતી. કિમનું બોલિવૂડ કરિયર વધારે સક્સેસફુલ રહ્યું નથી.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits ? into this exciting adventure of discovery and let your thoughts soar! ? Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought ? will thank you for this thrilling joyride through the worlds of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page