Friday, July 19, 2024
Google search engine
HomeGujaratરાજકોટમાં સળગતા પાન પછી હવે સળગતી પાણીપૂરીનો ચસ્કો, ખાવા માટે કરી પડાપડી

રાજકોટમાં સળગતા પાન પછી હવે સળગતી પાણીપૂરીનો ચસ્કો, ખાવા માટે કરી પડાપડી

ગુજરાતમાં શહેરથી માંડી ગામડાં અને ગલીએ ગલીએ લોકોની સૌથી વધુ પ્રિય ખાણીપીણી હોય તો એ છે પાણીપૂરી. સાદી પાણીપૂરી, રગડો પાણીપૂરી, સેવપૂરી, દહીંપૂરી, પાપડીપૂરી સહિત અનેક પાણીપૂરી પાણીના વિવિધ ફ્લેવર સાથે ગુજરાતીઓ ગપાગપ આરોગે છે, પરંતુ તમે સાંભળ્યું પણ નહીં હોય અને જોયું પણ નહીં હોય કે સળગતી પાણીપૂરી પણ મળી શકે. જી હા, સૌરાષ્ટ્રના પાટનગર સમાન રંગીલા રાજકોટમાં સળગતા પાન બાદ સળગતી પાણીપૂરીની મિજબાની પણ સ્વાદરસિકો માણી રહ્યા છે. શહેરના કાશ્મીરાબેન રાઠોડ ફાયર પાણીપૂરી બનાવે છે અને લોકો ખાવા માટે અધીરા બને છે. કાશ્મીરાબેનની કપૂરવાળી પાણીપૂરીએ આગ લગાવી છે અને કડકડતી ઠંડીમાં રાજકોટિયન્સને સળગતી પાણીપૂરી ખાવાનું ઘેલું લાગ્યું છે.

સળગતી પાણીપૂરીનો સ્વાદપ્રેમી જનતાએ ભરપૂર લાભ લીધો
રાજકોટની સ્વાદપ્રિય લોકો માટે જીવન માંગલીય ટ્રસ્ટ દ્વારા રેસકોર્સના બાલભવનમાં ધરામિત્ર આહાર-આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ખાન-પાનની જુદી જુદી વાનગીઓ અને એને બનાવવા માટેના ઓર્ગેનિક ચીજવસ્તુઓના વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાની વિશેષતા એ હતી કે સળગતી પાણીપૂરીનો સ્વાદપ્રેમી જનતાએ ભરપૂર લાભ લીધો હતો.

7 જાન્યુઆરીથી જ સળગતી પાણીપૂરીના વેચાણની શરૂઆત કરી
સળગતી પાણીપૂરી બનાવતાં કાશ્મીરાબેન રાઠોડે જણાવ્યું હતું કે હું ઘણા સમયથી સૌરાષ્ટ્રભરમાં યોજાતા મેળાઓમાં ખાસ પાણીપૂરી સ્ટોલ રાખું છું. કંઇક નવું આપવાની મહેચ્છાથી સળગતી પાણીપૂરી 7 જાન્યુઆરીથી યોજાયેલા આ મેળામાં શરૂઆત કરી હતી. આ પાણીપૂરીમાં બટાટાં, ચણા, દહીં, લાલ-લીલી ચટણી, બુંદી, ગુલકંદ સહિતની ચીજવસ્તુઓ નાખવામાં આવે છે. આ ફાયર પાણીપૂરી ખાનારી વ્યક્તિના મોંમાં મૂકવામાં આવે છે, પરંતુ તેને કોઇ દાઝી જવા જેવી કોઇ અસર થતી નથી. 7 જાન્યુઆરીથી ત્રણ દિવસના આ મેળામાં ફાયર પાણીપૂરીની અનેક લોકોએ મોજ માણી હતી અને તેમાં સૌથી વધુ બહેનો હતી.

આ રીતે બને છે સળગતી પાણીપૂરી
કાશ્મીરાબેન સળગતી પાણીપૂરી બનાવવાની રીત સમજાવતાં જણાવ્યું હતું કે સળગતી પાણીપૂરીમાં બટાટાંનો મસાલો, ચણા, ડુંગળી પૂરીમાં ભરવામાં આવે છે, બાદમાં મસાલો ભરેલી પૂરીમાં પાણી ભરવામાં આવે છે. બાદમાં પાણીપૂરી પર પ્રાકૃતિક કપૂર મૂકવામાં આવે છે અને બાદમાં લાઇટરથી કે દીવાસળથી એને સળગાવી ગ્રાહકના મોઢામાં મૂકવામાં આવે છે. સળગતી પાણીપૂરી જેવી ગ્રાહકના મોઢામાં જાય ત્યારે મોઢું બંધ કરવાથી આગ ઓલવાય જાય છે અને ધુમાડા બહાર નીકળે છે. આ સળગતી પાણીપૂરીનો ગ્રાહકોને અલગ જ ટેસ્ટ આવે છે. પ્રાકૃતિક કપૂર ખાય પણ શકાય છે, જેનાથી શરીરને ફાયદા પણ થાય છે.

મેળા અને ઘર ઘરાવ જ સળગતી પાણીપૂરીનું વેચાણ
કાશ્મીરાબેને વધુમાં જણાવ્યું હતું કે પાણીપૂરીના ચાહકોની સંખ્યા દેશમાં ખૂબ છે. લગભગ કોઈ એક એવી વ્યક્તિ નહિ મળે, જેને પાણીપૂરી પસંદ નહીં હોય. મોટા ભાગના લોકોને તીખી, મીઠી અને ઠંડા પાણી સાથે પાણીપૂરી પસંદ હોય છે, પરંતુ કોઈ સળગતી પાણીપૂરી ખાય તો? હા, સળગતી પાણીપૂરી. રાજકોટમાં કપૂરવાળી પાણીપૂરીએ આગ લગાડી છે. હું આવા મેળા અને ઘર ઘરાવ જ સળગતી પાણીપૂરીનું વેચાણ કરું છું.

રાજકોટમાં સળગતું પાન પણ મળે છે
પાનના બીડામાં જો અગનજ્વાળા નીકળતી હોય અને એને મોંઢામાં મૂકતાં ઠંડકનો અનુભવ થતો હોય તો એ ખરેખર આશ્ચર્યની વાત છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક દુકાનમાં આવાં પાન મળે છે. દુકાનમાલિક 47 વર્ષથી પાનની દુકાન ચલાવે છે. લાંબા અનુભવ બાદ તેમણે 7 વર્ષ પહેલાં નવો પ્રયોગ કર્યો અને ફાયર પાન બનાવવાની શરૂઆત કરી હતી. એક વખત મોંમાં સળગતું પાન જાય એટલે એક સેકન્ડમાં આગ ઠરી જાય અને પછી એની સ્મેલ ગળામાં ઊતરે ત્યારે વર્ણવી ન શકાય તેવા અદભૂત સ્વાદનો અનુભવ થાય છે.. પાન ઉપર લવિંગ લગાવીને એને સળગાવવામાં આવે છે, એ આયુર્વેદિક ઔષધિનું કામ કરે છે. અત્યારે પણ સળગતું પાન રાજકોટમાં મળી રહ્યું છે.

 

 

RELATED ARTICLES

10 COMMENTS

 1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! ? ? into this exciting adventure of discovery and let your mind roam! ✨ Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

 2. I engaged on this gambling website and succeeded a significant sum of money, but eventually, my mother fell ill, and I required to cash out some money from my balance. Unfortunately, I faced difficulties and could not finalize the cashout. Tragically, my mom passed away due to this casino site. I plead for your help in reporting this online casino. Please support me to achieve justice, so that others won’t have to experience the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

 3. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #InfinitePossibilities Dive into this thrilling experience of discovery and let your mind fly! ? Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought ? will thank you for this thrilling joyride through the worlds of awe! ?

 4. В чому переваги тактичних рюкзаків
  Військовий стиль
  купити тактичні рюкзаки [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

 5. Воєнторг
  20. Военные амуниция и средства для стрельбы
  тактичні черевики [url=https://voentorgklyp.kiev.ua/vzuttya/cherevyky/]https://voentorgklyp.kiev.ua/vzuttya/cherevyky/[/url] .

 6. безопасно,
  Индивидуальный подход к каждому пациенту, для поддержания здоровья рта,
  Профессиональное лечение и консультации, для вашей улыбки,
  Индивидуальный подход к каждому пациенту, для вашего здоровья и благополучия,
  Инновационные методы стоматологии, для вашего долгосрочного удовлетворения,
  Профессиональная гигиена полости рта, для вашего долгосрочного удовлетворения,
  Индивидуальный план лечения для каждого пациента, для вашего здоровья и благополучия
  стоматологія дитяча [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]стоматологія дитяча[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

FIONA77 on