Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratસૌરાષ્ટ્રમાં પવન અને ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ, નદીઓમાં પૂર આવ્યું

સૌરાષ્ટ્રમાં પવન અને ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ, નદીઓમાં પૂર આવ્યું

અમદાવાદ: સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં ગીર ગઢડા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબકતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જ્યારે વિસાવદર, તાલાલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

ફક્ત બે કલાકમાં ગીરગઢડામાં 4 ઈંચ, કોડીનારમાં 3 ઈંચ અને તાલાલામાં 4 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. ગીર ગઢડામાં ભારે વરસાદના પગલે રૂપેણ નદીમાં, કોડીનારના અરણેજ ગામ નજીક સોમત નદી અને હરમડિયા નજીક શાંગાવાડી નદીમાં નદીમાં પૂર આવ્યું હતું. જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદી ઝાપટાંથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.

સતત ત્રીજા દિવસે અમરેલી જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. ધારીના રામવાળાની વાવડી ગામે એક કલાકમાં બે ઈંચતી વધારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી સારો વરસાદ નોંધાશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ કારણે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ કાબકી રહ્યો છે. જ્યારે બાકીના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ થવાની આગાહી કરી છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I took part in this gambling website and achieved a considerable amount of winnings. However, later on, my mother fell seriously ill, and I wanted to take out some money from my balance. Regrettably, I encountered issues and couldn’t finalize the cashout. Tragically, my mom passed on due to this online casino. I plead for your support in bringing attention to this website. Please aid me in seeking justice, so that others won’t have to the hardship I’m going through today, and avoid them from going through the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page