Thursday, April 11, 2024
Google search engine
HomeNationalમાત્ર 11 વર્ષની ઉંમરમાં સંભાળ્યો તબેલો, આજે 80થી વધુ ભેંસો ને મહિને...

માત્ર 11 વર્ષની ઉંમરમાં સંભાળ્યો તબેલો, આજે 80થી વધુ ભેંસો ને મહિને લાખોની કમાણી

અહમદનગરઃ મહારાષ્ટ્રના અહમદ નગરથી 60 કિમી દૂર ગામડું નિઘોજ છે. અહીંયા 21 વર્ષની શ્રદ્ધા છેલ્લાં 10 વર્ષથી ડેરી ફાર્મ ચલાવે છે. એટલે કે 11 વર્ષની ઉંમરથી તેણે આ કામ કરવાની શરૂઆત કરી હતી. તે જાતે જ દૂધ કાઢે છે અને જાતે જ બાઈક ચલાવીને દૂધ વેચવા જાય છે. ત્યાં સુધી કે તે પોતાની ભેંસો માટે જાતે જ ચારો કાપવા જાય છે અને દેખરેખ રાખે છે. માત્ર 4-5 ભેંસથી શરૂ કરેલા તબેલામાં આજે 80થી વધુ ભેંસ છે. દર મહિને 6 લાખ રૂપિયાની કમાણી થાય છે.

શ્રદ્ધા સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા પહેલાં ભેંસ ખરીદ-વેચાણનું કામ કરતા હતા. દિવ્યાંગ હોવાને કારણે તેઓ કામ કરી શકતા નહોતા, જેની સીધી અસર બિઝનેસ પર પડી. ધીમે ધીમે ભેંસની સંખ્યા ઘટવા લાગી. એક સમયે તેમની પાસે માત્ર એક જ ભેંસ રહી હતી. પિતા જેમ તેમ કરીને કામ કરતા હતા.

નાની ઉંમરમાં જવાબદારી લીધીઃ શ્રદ્ધાએ કહ્યું હતું કે જ્યારે તે 11-12 વર્ષની હતી ત્યારે તેને લાગ્યું કે પિતાની મદદ કરવી જોઈએ. તે પિતાની સાથે રહીને કામ કરવી લાગી. તેમની સાથે મેળામાં જતી અને ભેંસ ખરીદતી હતી. ધીમે ધીમે તેને બિઝનેસની વાતો સમજમાં આવવા લાગી હતી. તે કઈ ભેંસ છે તે પણ સમજવા લાગી. ત્યારબાદ તે દૂધ દોહતા પણ શીખી ગઈ હતી.

વધુમાં શ્રદ્ધા કહ્યું હતું કે છોકરી હોવાને નાતે તેને શરૂઆતમાં આ બધા કામ કરવા થોડાં અજીબ લાગતા. તેની સાથેની છોકરીઓ તેની પર કમેન્ટ પણ કરતી હતી. જોકે, તેને પોતાના પરિવારની ચિંતા હતી અને ભાઈ નાનો હતો અને પિતાથી કામ થતું નહોતું.

2012-13માં શ્રદ્ધાના પિતાએ તેને તમામ જવાબદારી આપી હતી. ત્યારબાદ શ્રદ્ધાએ પિતાના બિઝનેસને બદલે 4-5 ભેંસોની સાથે ડેરીનું કામ શરૂ કર્યું હતું. તે રોજ સવારે વહેલી ઊઠીને ભેંસોને ચારો નાખે અને પછી દૂધ દોહે છે. ત્યારબાદ કન્ટેનરમાં દૂધ ભરીને લોકોના ઘરે વેચવા જાય છે. ત્યારબાદ સ્કૂલે જતી અને પછી સાંજે આ જ કામ કરતી હતી.

ગ્રાહક વધ્યા તો બાઈકથી ડિલિવરી શરૂ કરીઃ શ્રદ્ધાએ કહ્યું હતું કે 2013ના અંત સુધીમાં તેની પાસે 12 ભેંસ થઈ ગઈ હતી. ગ્રાહકો પણ વધ્યા હતા અને દૂધનું પ્રોડક્શન પણ વધ્યું હતું. આથી જ હવે તે બાઈક પર જતી હતી. તેણે બાઈક ચલાવતા પણ શીખી લીધું હતું.

કામની સાથે અભ્યાસ પણઃ શ્રદ્ધાએ કહ્યું હતું કે શરૂઆતમાં કામની સાથે અભ્યાસ કરવાનું મુશ્કેલ હતું. જોકે, પછી તેણે ટાઈમ મેનેજમેન્ટ શીખી લીધું હતું. સવારે ભેંસને ચારો નાખીને દૂધની ડિલિવરી કર્યા બાદ તે સ્કૂલે જતી. સ્કૂલેથી આવ્યા બાદ થોડો આરામ કરતી અને પછી કામ કરવા લાગતી. કામ પૂરું થયા બાદ તે અભ્યાસ કરતી. 2015માં તેણે ધોરણ 10ની એક્ઝામ આપી હતી. અત્યારે શ્રદ્ધા ફિઝિક્સમાં માસ્ટર્સ કરે છે અને તેનો ભાઈ ડેરીનો કોર્સ કરે છે.

રોજ 450 લીટરથી વધુ દૂધઃશ્રદ્ધા કહે છે કે જેમ જેમ કામ આગળ વધતું હતું તેમ તેમ ભેંસની સંખ્યા વધતી હતી. 2016માં 45 ભેંસ હતી. દર મહિને અઢીથી ત્રણ લાખનો બિઝનેસ થતો હતો. કેટલીક ડેરી સાથે ટાઈઅપ કર્યું હતું. ઘેર-ઘેર આપવાને બદલે તેઓ ડેરીમાં દૂધ જમા કરાવવા લાગ્યા હતા. નફો પણ વધ્યો અને સમય પણ બચ્યો.

અત્યારે શ્રદ્ધા પાસે 80થી વધુ ભેંસ છે અને રોજનું 450 લીટર દૂધનું પ્રોડક્શન થાય છે. ત્રણથી ચાર લોકોને કામ પર રાખ્યા છે. 20 ભેંસને તે એકલી રોજ દોહે છે. હવે તેણે બે માળનો તબેલો બનાવ્યો છે. હવે બાઈકને બદલે બલેરો ગાડીમાં દૂધ ડિલિવરી કરવા જાય છે.

ખેતી પણ શરૂ કરીઃ શ્રદ્ધાએ કહ્યું હતું કે શરૂઆતમાં ભેંસની સંખ્યા ઓછી હતી અને તેથી જ ચારાની કોઈ ચિંતા નહોતી. તેને મફતમાં ચારો મળી જતો હતો. જોકે, ભેંસની સંખ્યા વધતા તેણે ખેતરમાં જ ઘાસ ઉગાડવાનું શરૂ કર્યું.

ડેરી ફાર્મિંગની સાથે સાથે શ્રદ્ધા હવે બાયોફર્ટિલાઈઝર તૈયાર કરવાનું કામ છે. તે એક્સપર્ટ્સ ટ્રેનિંગ પણ લઈ રહી છે. શ્રદ્ધાએ અનેક મહિલા તથા ખેડૂતોને ટ્રેનિંગ આપવાનું કામ કર્યું છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Embark into this thrilling experience of imagination and let your mind fly! ? Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

  2. I tried my luck on this casino website and earned a considerable pile of cash. However, later on, my mother fell critically ill, and I required to withdraw some money from my account. Unfortunately, I encountered difficulties and couldn’t finalize the cashout. Tragically, my mother died due to the online casino. I urgently ask for your help in reporting this issue with the platform. Please aid me to obtain justice, to ensure others won’t have to endure the hardship I’m facing today, and prevent them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page