Saturday, April 13, 2024
Google search engine
HomeInternational23 વર્ષીય મૂળ ભારતીય ભાષા મુખર્જી બની ‘મિસ ઈંગ્લેન્ડ 2019’

23 વર્ષીય મૂળ ભારતીય ભાષા મુખર્જી બની ‘મિસ ઈંગ્લેન્ડ 2019’

ગુરુવારે બ્રિટનમાં ડર્બી શહેરની મૂળ ભારતીય રહેવાસી ભાષા મુખર્જીએ મિસ ઈંગ્લેન્ડ 2019નો તાજ જીત્યો છે. 23 વર્ષીય ભાષાએ વિનર બન્યાના ગણતરીના કલાકોમાં જ બોસ્ટનની એક હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર તરીકે જોબ શરૂ કરી હતી. ડિસેમ્બરમાં યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાષા ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરશે.

ભાષા મુખર્જીને 5 લેન્ગવેજમાં સારી રીતે આવડે છે. ભાષાએ જણાવ્યું હતું કે, ઘણાં લોકો એવું વિચારે છે કે, સુંદર છોકરીઓ જોવા માટે જ હોય છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે. અમે બધાં સ્પર્ધામાં એક ઉદ્દેશથી આવ્યા છીએ. અમે સુંદર છીએ એવું દુનિયાને બતાવવા માંગતા નથી પરંતુ અમે કંઈક લક્ષ્ય સુધી પહોંચવા માગીએ છીએ તેવું લોકોને જણાવવા ઈચ્છીએ છીએ.

હું મેડિકલ ફિલ્ડમાં અભ્યાસ કરી હતી તે સમયે સૌન્દર્યમાં કરિયરની શરૂઆત કરી હતી. અભ્યાસ વખતે હું આ ફિલ્ડમાં આવવા માટે ઘણી ઉત્સુક હતી પરંતુ મેં નક્કી કર્યું હતું કે હું બંને ક્ષેત્રે સરખું બેલેન્સ જાળવી રાખીશ. સ્કૂલમાં હું મારા ટીચરની ફેવરિટ સ્ટુડન્ટ હતી. મેં મારી સ્કૂલમાં પણ ટોપ કર્યું હતું. ભણવામાં હોશિયાર હોવાને કારણે મને સ્કૂલે ‘આઈન્સ્ટાઈન અવોર્ડ’ આપ્યો હતો.

23 વર્ષીય ભાષા પાસે હાલ બે ગ્રેજ્યુએટ ડિગ્રી છે. તેણે મેડિકલ સાયન્સ ઉપરાંત મેડિસિન અને સર્જરીમાં ગ્રેજ્યુએટ કર્યું છે. ઇંગ્લેન્ડની નોટિન્ગઘમ યુનિવર્સિટીમાં તેણે અભ્યાસ કર્યો છે. 9 વર્ષની ઉંમરે ભાષા તેના પરિવાર સાથે ભારતથી ઇંગ્લેન્ડ આવી હતી. મિસ ઇંગ્લેન્ડના તાજ સાથે ભાષાને મોરિશિયસ હોલિડે પેકેજ પણ મળ્યું છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I played on this casino platform and won a significant amount, but after some time, my mother fell sick, and I wanted to take out some earnings from my casino account. Unfortunately, I encountered problems and could not complete the withdrawal. Tragically, my mother passed away due to the online casino. I request for your support in bringing attention to this website. Please assist me in seeking justice, so that others won’t face the pain I am going through today, and prevent them from shedding tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page