Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalયુવક અને યુવતી કરાવતા હતા ફોટોશૂટ અને અચાનક પાણીનું વહેણ આવ્યું અને...

યુવક અને યુવતી કરાવતા હતા ફોટોશૂટ અને અચાનક પાણીનું વહેણ આવ્યું અને…

ચિત્તોડગઢના રાવતભાટા પાસે ચૂલિયા ફોલમાં પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવવા માટે આવેલા યુવક યુવતી પાણીમાં ફસાઈ ગયા હતા. ફોટોશૂટ કરાવતી વખતે યુવક યુવતી અને તેમની સાથે આવેલા બે અન્ય છોકરા છોકરી પણ પાણીમાં ફસાઈ ગયા હતા. કેમેરામેન પોતાનો જીવ બચાવીને બહાર નીકળ્યો અને પોલીસને જાણ કરી હતી.

પોલીસ અને સિવિલ ડિફેન્સની મદદથી લગભગ ત્રણ કલાકની મહેનત યુવક અને યુવતીને પાણીની અંદરથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી પોલીસે પ્રતિબંધિત વિસ્તારમાં જવા અને ફોટોશૂટ કરવા બદલ ચારે લોકોની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે યુવતીના 1 ડિસેમ્બરે લગ્ન છે.

આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર રાજારામ ગુર્જરએ જણાવ્યું કે, મંગળવારે રાણા પ્રતાપ સાગર બંધમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેને લીધે ચૂલિય ફોલ પર ભારે પાણીનું વહેણ હતું. પથ્થરોની આસપાસ પાણી ભરાઈ ગયું હતું. આ દરમિયાન કોટાથી આવેલા આશિષ ગુપ્તા અને તેમની થનારી પત્ની લગ્ન પહેલા પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવવા માટે તેમના ફ્રેન્ડ અને માસીની છોકરી મિલન સાથે ફોટોગ્રાફરને લઈને આવ્યા હતા.

યુવક-યુવતી પથ્થર પર બેઠીને ફોટો ક્લિક કરાવતા હતા આ દરમિયાન પાણીનું વહેણ ખૂબ જ વધી ગયું હતું. પાણીનું વહેણ વધતા ફોટોગ્રાફરે યુવક અને યુવતીને બંનેને બહાર નીકળવા કહ્યું હતું. પણ ચારમાંથી કોઈએ ફોટોગ્રાફરની વાત સાંભળી નહીં. જેમ તેમ કરીને કેમેરામેને પોતાનો જીવ બચાવ્યો અને પાણીમાંથી બહાર નીકળ્યો હતો. જેમાં તેનો કેમેરો પણ પાણીમાં પડી ગયો હતો.

આ અંગે કેમેરામેનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, મેં જોયું કે કદાચ હું બચી ને બહાર નીકળી શકું છું. એટલે હું ત્યાંથી નીકળી ગયો. હું કુળદેવ તે વખતે મારો કેમેરો પડી ગયો. મેં વિચાર્યું કે પહેલા જીવ બચાવો કેમેરો તો પછી પણ લઈ લેશું.

પોલીસ ઇન્સ્પેક્ટર મિશન અંગે જણાવતા કહ્યું કે, ચાર યુવક યુવતી પથ્થર વચ્ચે ફસાયેલા જોઈ અમે સૌથી પહેલા રાણા પ્રતાપ સાગર બંધનો ગેટ બંધ કરાવ્યો હતો. જેને લીધે પાણીનું વહેણ ઓછું થઈ ગયું હતું. આ પછી સીવીલ ડીફેન્સ ની મદદથી લગભગ ત્રણ કલાકની મહેનતે પાણીમાંથી ચારે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરાયા પછી પ્રતિબંધિત વિસ્તારમાં ફોટોગ્રાફી કરવા અંગે ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે પોલીસે તેમની પૂછપરછ કરી રહી છે. દુનિયા છે કે માત્ર ૨૦ દિવસ પછી એટલે કે ૧ ડિસેમ્બરે યુવક-યુવતીના લગ્ન છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this casino platform and won a considerable sum of money, but after some time, my mother fell sick, and I required to cash out some earnings from my balance. Unfortunately, I faced problems and could not complete the withdrawal. Tragically, my mother passed away due to this casino site. I implore for your support in reporting this site. Please assist me to obtain justice, so that others won’t undergo the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  2. I played on this casino website and earned a substantial pile of cash. However, eventually, my mom fell critically sick, and I required to take out some funds from my wallet. Unfortunately, I encountered issues and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to such online casino. I urgently plead for your support in addressing this issue with the online casino. Please assist me in seeking justice, to ensure others won’t experience the pain I’m facing today, and avert them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page