Friday, April 19, 2024
Google search engine
HomeSports5 વર્ષના ડેટિંગ બાદ ધોનીની ટીમના આ ક્રિકેટરે કર્યા હતા લગ્ન, બંનેની...

5 વર્ષના ડેટિંગ બાદ ધોનીની ટીમના આ ક્રિકેટરે કર્યા હતા લગ્ન, બંનેની લાગે છે આવી જોડી, જુઓ તસવીરો

મુંબઈઃ વિસ્ફોટક બેટ્સેમન રોબિન ઉથપ્પા શાનદાર આઈપીએલ રેકોર્ડ્સ ધરાવતા ખેલાડીઓમાંથી એક છે. આઈપીએલ 2021માં તે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો ભાગ બન્યો. આ અગાઉ તે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો હતો. તે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે.

રોબિન ઉથપ્પાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેની પત્ની શીતલ પ્રોફેશનલ ટેનિસ પ્લેયર રહી ચૂકી છે. 9 વર્ષની વયથી ટેનિસ રમતી શીતલ ભારતની નંબર 3 રેન્ક ધરાવતી ખેલાડી રહી ચૂકી છે. 33 વર્ષની વયે શીતલે ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી.

શીતલ ટેનિસ ઉપરાંત એક્ટિંગનો પણ શોખ ધરાવે છે. તેણે મુંબઈમાં આવેલ અનુપમ ખેરના એક્ટિંગ ઈન્સ્ટિટ્યૂટમાં 2 મહિનાનો એક્ટિંગ કોર્સ પણ કર્યો હતો. જે પછી શીતલે થિએટર એક્ટિંગ પણ કરી. શીતલ અને રોબિન ઉથપ્પા બેંગલોરની એક જ કોલેજના વિદ્યાર્થી હતા.

જોકે રોબિન પત્ની શીતલનો જુનિયર હતો. બંને 5 વર્ષ સુધી સારા મિત્રો રહ્યાં અને ફિટનેસ તથા સ્પોર્ટ્સને કારણે શીતલ અને રોબિન એકબીજાની નિકટ આવ્યા હતા.

શીતલના ભાઈ અર્જુન ગૌતમ પણ ટેનિસ ખેલાડી રહ્યાં છે અને તેમણે જ શીતલને ટેનિસમાં આગળ વધવા મદદ કરી હતી. શીતલ ઘણી ટૂર્નામેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.

30 વર્ષની વયે રોબિન ઉથપ્પાએ શીતલને પ્રપોઝ કર્યું અને 2015માં સગાઈ કર્યા બાદ 2016માં લગ્ન કર્યા હતા. વર્ષ 2017માં બંને માતા-પિતા બન્યા. બાળપણથી જ રમત સાથે સંકળાયેલી હોવાથી શીતલ ફિટનેસનું મહત્વ સમજે છે.

6 જૂન 1981 ના જન્મનાર શીતલ ટેનિસ છોડ્યા બાદ પણ પોતાની ફિટનેસનું ઘણું ધ્યાન રાખે છે અને જીમમાં આકરી કસરત કરતી રહે છે.

રોબિન ઉથપ્પાના ટીમ ઈન્ડિયાથી બહાર થયા બાદ શીતલે તેને સાથ આપ્યો અને ન્યૂટ્રિશિયનની મદદથી રોબિનની લાઈફસ્ટાઈલ ચેન્જ કરી દીધી. જેના કારણે રોબિન ઉથપ્પાનું મેદાન પર કમબેક શક્ય બન્યું હતું.

ધોનીની વાઈફ સાક્ષી સાથે રોબિન ઉથપ્પાની વાઈફને સારું બને છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #MindBlown ? into this cosmic journey of discovery and let your imagination soar! ? Don’t just enjoy, experience the excitement! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the worlds of awe! ✨

  2. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of excitement! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of knowledge and let your mind fly! ? Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page