Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratબંટી-બબલીની જાળમાં ફસાસા ઉમેદવારો, પાસના વહેમમાં અનેક યુવાનો પરીક્ષા આપવા પણ ન...

બંટી-બબલીની જાળમાં ફસાસા ઉમેદવારો, પાસના વહેમમાં અનેક યુવાનો પરીક્ષા આપવા પણ ન ગયા

રાજયમાં પોલીસ ભરતીના નામે કેન્દ્રીય મંત્રીની ભત્રીજી હોવાનો રોફ જમાવી LRD-PSIની પરીક્ષા પાસ કરાવવા ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા પડાવતી બંટી-બબલીને રાજકોટ ગાંધીગ્રામ પોલીસે ઝડપી પાડી છે. છેલ્લા દોઢ માસથી રાજકોટ, જૂનાગઢ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં જાળ બીછાવી અનેક ઉમેદવારોને પોલીસ ભરતીમાં ડાયરેકટ પાસ કરાવી દેવાના બહાને 12 યુવાનો પાસેથી રૂ.15 લાખ પડાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના જણાવ્યા મુજબ રાજકોટ શહેર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પોલીસ ભરતીમાં ઉમેદવારો પાસેથી રૂપિયા મેળવી કૌભાંડ આચરવામાં આવે છે જે આધારે પોલીસે બંટી-બબલીની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે કૌભાંડના મુખ્ય સૂત્રધાર મૂળ જૂનાગઢની અને કેન્યાની સીટીઝનશિપ ધરાવતી મહિલા ક્રિષ્ના ભરડવાની તેના પ્રેમી જેનીસ પરસાણા સાથે ધરપકડ કરવામાં આવી છે.

લોભામણી જાહેરાત આપી 2 થી 5 લાખ રૂપિયા પડાવી લીધા ​​​​​| પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ ઉમેદવારોને લોભામણી જાહેરાત આપી 2થી5 લાખ રૂપિયા પડાવી એડવાન્સ રૂપિયા 1 લાખ અને લેટર આવ્યા બાદ બીજા રૂપિયા મેળવવા કહી છેતરપિંડી કરવામાં આવતી હતી. અત્યાર સુધી 12 ઉમેદવારો પાસેથી 15 લાખ રૂપિયા પડાવી તે પૈસા માંથી 9 થી 10 લાખ રૂપિયા ખર્ચી વરના ગાડી ખરીદ કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ સાથે આરોપી ક્રિષ્ના દ્વારા બેંકમાં ભરતી કરાવી દેવાનું કહી છેતરપિંડી આચરી હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. જે દિશામાં પણ પોલીસે આગળ તપાસ હાથ ધરી છે આ સાથે અન્ય કોઇ ઉમેદવારો આ છેતરપિંડી ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. અને અગાઉ સોનાના દાગીના ખરીદી ચેક બાઉન્સ કરાવ્યો હતો જે અંગે પણ ફરિયાદ દાખલ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

ઉમેદવારો પાસ થઈ ગયાના વહેમમાં પરિક્ષા આપવા પણ ન ગયા
ઉલ્લેખનીય છે કે આરોપી ક્રિષ્ના ઉમેદવારોને બોલાવી પોતે કેન્દ્રીય મંત્રીની ભત્રીજી હોવાનું કહી રૂપિયા ઉઘરાવતી હોવાની ચર્ચા ચાલી રહી છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસ ભરતીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ઉમેદવારો દિવસમાં બે વખત સવાર સાંજ સખત મહેનત કરતા હતા તે દરમિયાન બંટી-બબલીની જાળમાં ફસાઈ જતા ગ્રાઉન્ડની પ્રેકટીસ બંધ કરી પરિક્ષામાં પાસ થઈ ગયાના વહેમમાં ગ્રાઉન્ડમાં પરિક્ષા આપવા પણ ન ગયા અને હવે તે લોકો પસ્તાઈ રહ્યા છે.

પાંચ ઉમેદવારો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી
થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયામાં બોગસ કોલ લેટર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જેમાં પી.એસ આઈ.ની ભરતી માટે શારિરિક ક્સોટી આપવા આવેલા પોલીસ કોન્સ્ટેબલ મહેર દિનેશ સેગલીયા, કિશન રાઠોડ સહિત પાંચ ઉમેદવારો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page