Thursday, April 11, 2024
Google search engine
HomeAjab Gajabપ્રાણી સંગ્રાહલયમાંથી ભાગ્યું નાનકડું ચિમ્પાનજી, વચ્ચે કર્મચારી આવ્યો તો મારી દીધી લાત

પ્રાણી સંગ્રાહલયમાંથી ભાગ્યું નાનકડું ચિમ્પાનજી, વચ્ચે કર્મચારી આવ્યો તો મારી દીધી લાત

બેઈંજીગઃ ચીનના હેફી વાઈલ્ડ લાઈફ પાર્કમાં એક એવી ઘટના બની કે જેનાથી તમામ લોકોને આંચકો લાગ્યો હતો. તાજેતરમાં જ એક ચિમ્પાનજીએ ઝૂમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ચિમ્પાનજીએ માત્ર લોકોને હેરાન જ નહોતા કર્યાં પરંતુ કર્મચારીને લાત પણ મારી હતી. 12 વર્ષીય ચિમ્પાનજીનું નામ યાંગ યાંગ છે. કર્મચારીને લાત માર્યાં બાદ તે ધાબે ચઢી ગયો હતો. અહીંયા તેને ટ્રાન્સક્વિલાઈઝર ડાર્ટથી શોટ મારવામાં આવ્યો અને પછઈ પાંજરામાં બંધ કરી દેવામાં આવ્યો હતો.

વાંસના ઝાડનો ઉપયોગ કર્યોઃ
સૂત્રોના મતે, ચિમ્પાનજીએ પિંજરામાંથી ભાગવા માટે વાંસના ઝાડનો ઉપયોગ કર્યો હતો. તે વાંસના ઝાડ પર ચઢીને ભાગી ગયો હતો. લોકો વચ્ચે આવતા અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. વાઈલ્ડ લાઈફ પાર્કને ખાલી કરાવ્યા બાદ પોલીસને બોલાવવામાં આવી હતી.

સીસીટીવીમાં ઘટના કેદઃ
ચિમ્પાનજીનું તોફાન સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગયું છે. ચિમ્પાનજી આ રીતે ભાગી જતા પોલીસ બોલાવવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં ઝૂ કીપરને લાત મારી તે ક્લિપ ઘણી જ વાયરલ થઈ છે. ઝૂ કીપરને લાત માર્યાં બાદ કીપર જમીન પર પડી ગયો હતો અને ચિમ્પાનજી ભાગી ગયો હતો.

બહાર ના નીકળી શક્યોઃ
જોકે, ચિમ્પાનજી બહાર નીકળી શક્યો નહીં. તે પાછો ઝૂમાં આવ્યો અને ધાબે ચઢી ગયો હતો. ત્યારબાદ તેને ટ્રાન્સક્વિલાઈઝર ડાર્ટથી શોટ મારવામાં આવ્યો હતો. જેનાથી તે બહોશ થઈને ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને પાંજરામાં બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાથી ઝૂમાં કોઈને ઈજા થઈ નથી અને ઝૂ કીપરને પણ વધુ વાગ્યું નથી.

RELATED ARTICLES

8 COMMENTS

  1. I participated on this online casino site and won a considerable cash, but eventually, my mother fell sick, and I wanted to withdraw some earnings from my balance. Unfortunately, I experienced issues and couldn’t withdraw the funds. Tragically, my mom died due to this online casino. I request for your support in lodging a complaint against this online casino. Please support me in seeking justice, so that others won’t undergo the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. I played on this online casino site and succeeded a significant amount, but later, my mother fell ill, and I required to take out some money from my balance. Unfortunately, I experienced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to the gambling platform. I plead for your help in reporting this site. Please support me to achieve justice, so that others won’t undergo the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. I engaged in this gambling website and achieved a significant cash prize. However, later on, my mother fell became very sick, and I wanted to withdraw some money from my account. Regrettably, I experienced difficulties and could not process the withdrawal. Tragically, my mom lost her life due to such gambling platform. I plead for your support in bringing attention to this website. Please help me out in seeking justice, so that others won’t have to the pain and suffering I’m going through today, and prevent them from undergoing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page