Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywood'અનુપમા'ને બીમાર હાલતમાં મૂકીને ડૉ. અદ્વૈતે છોડ્યો સાથ, શોને કહી દીધું અલવિદા

‘અનુપમા’ને બીમાર હાલતમાં મૂકીને ડૉ. અદ્વૈતે છોડ્યો સાથ, શોને કહી દીધું અલવિદા

નવી દિલ્હીઃ ટીવી જગતના બહુચર્ચિત શો અનુપમામાં હાલના દિવસોમાં જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળી રહ્યાં છે. અનુપમા હોસ્પિટલમાં દાખલ છે અને તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ દરમિયાન ડો. અદ્વૈતે શોને અલવિદા કહી દીધુ છે. આ વાતની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર આવી છે.

અનુપમામાં જબરદસ્ત ટ્વિટ્સને લઈને એન્ટ્રી કરનાર ડોક્ટર અદ્વૈત ખન્નાએ શોને અલવિદા કહી દીધું છે. ડો. અદ્વૈતના રોલમાં અપૂર્વ અગ્નિહોત્રીએ દમદાર કામ કર્યુ હતું. શો છોડ્યા બાદ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે શોના પ્રોડ્યૂસર રંજન શાહીની સાથે જોવા મળી રહ્યો છે. આ ઈમોશનલ પોસ્ટમાં તેણે સંપૂર્ણ માહિતી આપી હતી.

આ પોસ્ટમાં અપૂર્વ અગ્નિહોત્રીએ લખ્યું હતું કે- ‘વધુ એક શાનદાર યાત્રાનો અંત આવ્યો છે… અંત તો થયો પરંતુ આ યાત્રા પ્રેમ, હસી-ખુશી અને પાગલપણાથી ભરેલી છે. તેનો શ્રેય જાય છે સૌથી અલગ વિચાર રાખનાર અમારા રંજન, તેની શાનદાર ટીમ અને અદ્ભુત એક્ટર્સને જાય છે.

કારણ કે અમારી ઇન્ડસ્ટ્રી અને કાર્યસ્થળના પ્રેશરને કારણે વ્યક્તિએ પોતાનું ડીએનએ બદલવા મજબૂર થવું પડતું હોય છે. સેટ પર હસતા ચહેરા રંજનની ઝલક જોવા મળે છે, તમારી સારી વાતો અને બધી ઉદારતા સેટ સુધી સિમિત નથી.

એક્ટરે આગળ લખ્યું કે- હું અદ્વૈત માટે તમારો દિલથી આભાર વ્યક્ત કરવા માંગુ છું. ઉલ્લેખનીય છે કે, અપૂર્વ અગ્નિહોત્રીએ અનુપમામાં ડોક્ટર અદ્વૈત ખન્ના બનીને એવા સમયે એન્ટ્રી કરી હતી જ્યારે શોની મુખ્ય એક્ટ્રેસ અનુપમા એટલે કે એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીને (શૉમાં) કેન્સર ડિટેક્ટ થયું હતું.

પરંતુ ખુબ ઓછા સમયમાં જ અપૂર્વએ શોને બાય-બાય કહી દીધુ છે. જોકે આ શૉ આટલા ટૂંકાસમયમાં છોડવાનું કારણ સામે આવ્યું નથી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #MindBlown Embark into this thrilling experience of knowledge and let your imagination soar! ✨ Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page