Saturday, April 20, 2024
Google search engine
HomeGujarat‘ચાર-ચાર બંગડી’ સોંગથી ફેમસ થયેલ ગુજરાતી સિંગર કિંજલ દવે ભાજપમાં જોડાઈ

‘ચાર-ચાર બંગડી’ સોંગથી ફેમસ થયેલ ગુજરાતી સિંગર કિંજલ દવે ભાજપમાં જોડાઈ

ગાંધીનગર: ચાર-ચાર બંગડી અને ગુજરાતી લહેરીલાલા જેવા ગીતોથી કિંજલ દવે ખૂબ લોકપ્રિય બનેલી ગુજરાતી સિંગર કિંજલ દવે ભાજપમાં જોડાઈ છે. કિંજલને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવીની પક્ષમાં સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત મનુ રબારી પણ ભાજપમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.

કિંજલ દવે આ સાથે ભાજપના સદસ્યતા અભિયાનમાં ભાગ લઈને મોબાઈલથી મિસ્ડ કોલ આપીને ભાજપની પ્રાથમિક સદસ્યતા મેળવી લીધી હતી. પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, આ સદસ્યતા અભિયાન હેઠળ જાહેરજીવન સાથે જોડાયેલાં સહુ કોઈને ભાજપમાં જોડાઈ તેની વિચારધારાને લોકો સુધી લઈ જવા આહ્વાન કરવામાં આવ્યું હતું.


કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1999ના રોજ ઉત્તર ગુજરાતના પાટણના જેસંગપરા ગામમાં થયો હતો. કિંજલ દવેનું બાળપણ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં પસાર થયું છે. કિંજલના પિતા લલિત દવે હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા. તે મિત્ર મનુ રબારી સાથે મળીને ગીતો પણ લખતા હતા.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your imagination soar! ✨ Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page