Wednesday, April 10, 2024
Google search engine
HomeSportsIND vs AUS: ઓસ્ટ્રેલિય સામે ભારતનો 36 રને ભવ્ય વિજય, ભુવનેશ્વર-બુમરાહે 3-3...

IND vs AUS: ઓસ્ટ્રેલિય સામે ભારતનો 36 રને ભવ્ય વિજય, ભુવનેશ્વર-બુમરાહે 3-3 વિકેટો ઝડપી

ઓવલ: વિશ્વ કપ 2019ની 14મી મેચ ઓવલનાં કેનિંગ્ટન મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચમાં ઓસ્ટ્રેલિયાને 36 રને પરાજય આપ્યો હતો અને વર્લ્ડ કપ 2019માં પોતાની બીજી મેચ પણ જીતી હતી. શિખર ધવનને તેની શાનદાર ઈનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ભારતે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 352 રન બનાવ્યા હતા જેનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા 316 રને ઓલઆઉટ થઈ ગયું હતું.

ભારતે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. વિરાટ કોહલીનાં આ નિર્ણયને શિખર ધવન અને રોહિત શર્માની જોડીએ યોગ્ય સાબિત કર્યો અને બંનેએ પહેલી વિકેટ માટે 127 રનની તોતિંગ ભાગેદારી નોંધાવી હતી. ભારત તરફથી શિખર ધવને સૌથી વધારે 117 રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 82, હાર્દિક પંડ્યા તાબડતોડ બેટિંગ કરતા 27 બોલમાં 48, મહેન્દ્ર સિંહ ધોનીએ 27 અને લોકેશ રાહુલે અણનમ 11 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઇનિસે 2, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને નાથન કુલ્ટર નાઇલે 1-1 વિકેટ ઝડપી હતી.

353 રનનાં પડકારનો સામનો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ શાનદાર રહી હતી અને ઓપનર ડેવિડ વોર્નર અને એરોન ફિંચે 61 રનની ભાગેદારી નોંધાવી હતી. ડેવિડ વોર્નરે 56 અને ફિંચે 36 રન બનાવીને આઉટ થઈ ગયા હતાં.

ટીમ ઈન્ડિયાના બોલરોએ પણ તરખાટ મચાવ્યો હતો. જેમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ચહલે 2 વિકેટ ઝડપી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Embark into this exciting adventure of knowledge and let your thoughts soar! ✨ Don’t just read, experience the thrill! #FuelForThought ? will thank you for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page