Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalબ્રેન ટ્યૂમરના ઓપરેશનમાં યુવકના માથામાંથી હાડકું કાઢ્યું, પછી આખું હાડકું જ ગાયબ...

બ્રેન ટ્યૂમરના ઓપરેશનમાં યુવકના માથામાંથી હાડકું કાઢ્યું, પછી આખું હાડકું જ ગાયબ થઈ ગયું

ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરની એક ખાનગી હોસ્પિટલમાં બ્રેન ટ્યૂમરના ઓપરેશન દરમિયાન એક યુવકે હાડકું નીકાળ્યું હતું. રિકવર બાદ જ્યારે યુવક પરિવાર સાથે હોસ્પિટલ આવ્યો ત્યારે હોસ્પિટલે એવો જવાબ આપ્યો કે હાડકું લઈને આવો. પરિવારે કહ્યું હતું કે તેમણે હાડકું હોસ્પિટલમાં સુરક્ષિત રીતે મૂકાવ્યું હતું. તો હોસ્પિટલનો દાવો છે કે પરિવારની મંજૂરી બાદ જ હાડકું નષ્ટ કરવામાં આવ્યું હતું. પિતાનો આરોપ છે કે હોસ્પિટલે બીજા દર્દી પાસેથી રૂપિયા લઈને તેને હાડકું લગાવ્યું છે.

સુરેશ પરમારનો 33 વર્ષીય દીકરો કીર્તિ સિંહે ઉજ્જૈનમાં ડી 10 જ્યોતિનગરમાં રહે છે. બ્રેન ટ્યૂમરનું નિદાન થયા બાદ તેણે ઈન્દોરની સીએચએલ હોસ્પિટલમાં 20 જૂન, 2019ના રોજ ઓપરેશન કરાવ્યું હતું. પરિવારના મતે, ન્યૂરો સર્જને દીકરાના માથાનું અડધું હાડકું કાઢ્યું હતું અન હોસ્પિટલમાં જ મૂકાવી દીધું હતું. હોસ્પિટલે ચાર મહિના બાદ બ્રેનને કવર કરવા માટે તથા સેફ્ટી માટે લગાવવાનું કહ્યું હતું. ટ્યૂમર ઠીક થયા બાદ યુવકના પિતા ડૉ. રાજેશ ભાર્ગવને મળવા આવ્યા હતા. તો ડૉક્ટરે જવાબ આપ્યો હતો કે તમારા દીકરાનું હાડકું માર્ચ, 2020માં જ ડિસ્ટ્રોય કરી દેવામાં આવ્યું હતું.

પિતાએ કહ્યું હતું કે તેમણે ક્યારેય હાડકું નષ્ટ કરવાનું કહ્યું જ નથી. પરિવારે હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને ઈન્દોરના એમઆઈડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. વીજળી કંપનીમાં સેક્શન ઓફિસર તરીકે સુરેશ પરમાર રિટાયર્ડ થયા છે.

હોસ્પિટલનો સંપર્ક કર્યો તો એમ કહેવામાં આવ્યું હતું કે હાડકું સુરક્ષિત છે. ન્યૂરો સર્જનના કહેવા પર તેઓ હોસ્પિટલમાં હાડકું લેવા પહોંચ્યા હતા. હોસ્પિટલે હાડકું ડિસ્ટ્રોય કર્યું હોવાનું કહ્યું હતું અને હવે તેમના દીકરા માટે સંકટ ઊભું થયું છે.

સુરેશ પરમારે આગળ કહ્યું હતું કે તેમના દીકરાનું હાડકું બીજા દર્દી પાસેથી પૈસા આપીને તેને આપી દેવામાં આવ્યું છે. હવે દીકરાને બીજું હાડકું લગાવવામાં પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થશે અને હવે તે વધુ ખર્ચ કરી શકે તેમ નથી. પહેલાં જ ઓપરેશનમાં 15-20 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા છે.

પાંચ વર્ષ સુધી હાડકું ખરાબ થતું નથીઃ ડોક્ટર્સના મતે, હાડકું પાંચ વર્ષ સુધી ખરાબ થતું નથી. તેને હોસ્પિટલમાં સલામત રાખી શકાય છે અને પછી દર્દીને લગાવી શકાય છે. આ હાડકું બ્રેનની સેફ્ટી વોલ છે અને બ્રેનને સલામત રાખે છે.

સીએચએલ હોસ્પિટલના વહીવટી અધિકારી હોફેજાએ કહ્યું હતું કે પરિવારની પરમિશન લઈને હાડકું ડિસ્ટ્રોય કરવામાં આવ્યું હતું. આ અંગે પરિવાર સાથે વાત ચાલે છે. બીજા દર્દીને પૈસા આપીને હાડકું લગાવ્યું તે વાત પાયાવિહોણી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #MindBlown Embark into this exciting adventure of knowledge and let your imagination roam! ? Don’t just enjoy, savor the excitement! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page