Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodહું જ્યારે બિઝનેસ ટ્રિપ્સ બહાર જાઉં ત્યારે મારી પત્ની મારા જીજાજી સાથે...

હું જ્યારે બિઝનેસ ટ્રિપ્સ બહાર જાઉં ત્યારે મારી પત્ની મારા જીજાજી સાથે રહેતી: રાજ કુંદ્રા

મુંબઈઃ શિલ્પા શેટ્ટીએ હાલમાં જ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. શિલ્પા શેટ્ટીના જન્મદિવસ પર રાજ કુંદ્રાની પૂર્વ પત્ની કવિતાનો એક ઈન્ટરવ્યૂ વાઈરલ થયો હતો. આ ઈન્ટરવ્યૂમાં કવિતાએ શિલ્પાને હોમ બ્રેકર (ઘર તોડનારી) કહી હતી. હવે રાજ કુંદ્રાએ પૂર્વ પત્ની અંગે વાત કરી હતી. રાજ કુંદ્રાએ એક ઈન્ટરવ્યૂમાં પૂર્વ પત્ની પર સનસનીખેજ આક્ષેપો મૂક્યા છે. 12 વર્ષ પહેલાં કવિતાએ લંડનમાં એક અંગ્રેજી ન્યૂઝપેપરમાં ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને શિલ્પાએ તેનું ઘર તોડ્યો તે વાત કરી હતી. 12 વર્ષ બાદ હવે રાજે પત્નીને તે આક્ષેપોનો જવાબ આપ્યો છે.

રાજે કહ્યું, શિલ્પાએ મને ના પાડી હતીઃ રાજે કહ્યું હતું, ‘તમે ક્યારેય સત્યની વિરુદ્ધમાં જઈ શકો નહીં. સાચી વાત કહ્યાં બાદ મારી જાતને હું ઘણી જ હળવી અનુભવું છું. મારી મમ્મીએ મારી પૂર્વ પત્ની તથા મારી બહેનના પતિ વંશને રંગેહાથે પકડ્યા હતા. તે બંનેએ એકવાર પણ પરિવાર અંગે વિચાર્યું નહીં. શિલ્પાના જન્મદિવસના બીજા જ દિવસે ફરીવાર તેના (પૂર્વ પત્ની કવિતા) જૂના ઈન્ટરવ્યૂ વાઈરલ થયા છે. શિલ્પા નહોતી ઈચ્છતી કે હું આ અંગે કોઈ વાત કરું, પરંતુ હવે બહુ થઈ ગયું હતું.’

કવિતા મારી દીકરીની આસપાસ પણ આવવા દેતી નહીંઃ રાજે વધુમાં કહ્યું હતું, ‘મેં ક્યારેય કવિતા સાથે વાત કરી નહોતી અને હું વાત કરવા પણ માગતો નથી. હું તેના પરિવારના સભ્યોની મદદથી મારી દીકરીની પાસે જવા માગતો હતો, પરંતુ તેમણે મને ચોખ્ખી ના પાડી દીધી હતી. મને ખ્યાલ છે કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે મને શોધી જ લેશે. તે જ્યારે 40 દિવસની હતી ત્યારે મેં તેને પહેલી વાર જોઈ હતી. પછી શિલ્પા સાથે લગ્ન કરીને ભારત આવી ગયો હતો. કવિતા નહોતી ઈચ્છતી કે હું દીકરીની આસપાસ પણ રહું. કોર્ટે પણ તેની જ ફેવરમાં ચુકાદો આપ્યો હતો.’

કવિતાને ક્યારેય માફ નહીં કરુંઃ અંતે રાજે કહ્યું હતું, ‘કવિતાએ ઘણું જ ખરાબ કર્યું. તેની સાથેના સંબંધો ઝેર જેવા બની ગયા હતા. હું જીવનમાં આગળ વધી ગયો છું અને અત્યારે ઘણો જ ખુશ છું. તેણે મને છેતર્યો, તે તો એકવાર માફ પણ કરી દેવાય. જોકે, તેમે મારી બહેનના પતિ સાથે જ સંબંધો રાખ્યા. તેણે બે પરિવારનું જીવન બરબાદ કરી નાખ્યું અને આ માટે તેને ક્યારેય માફ કરીશ નહીં.’

કવિતાને પૈસા મળ્યા હતાઃ રાજે પૂર્વ પત્ની પર આક્ષેપ મૂકતા કહ્યું હતું, ‘આ ઈન્ટરવ્યૂ માટે કવિતાને અઢકળ પૈસા મળ્યા હતા. અમારા ડિવોર્સ દરમિયાન તેણે પોતાની આત્મા વેચી નાખી હતી. તેણે બેંક સ્ટેટમેન્ટ્સ બતાવવાના હતા અને તેમાં સ્પષ્ટ રીતે આ વાતનો ઉલ્લેખ હતો કે એક ન્યૂઝપેપર સ્કેનડલસ સ્ટોરી માટે તેને પૈસા આપ્યા હતા. તે એક સેલિબ્રિટી પર પોતાના તૂટેલા લગ્નનો આરોપ મૂકતી હતી. સાચી વાત તો એ હતી કે પોતાના લગ્ન તૂટવા પાછળ તે પોતે જ જવાબદાર હતી.’

બનેવીની નિકટ આવી ગઈ હતીઃ વધુમાં રાજે કહ્યું હતું, ‘તે મારા જીજાજીની વધુ પડતી નિકટ આવી ગઈ હતી. તે તેમની સાથે વધુમાં વધુ સમય પસાર કરતી હતી. એમાં પણ હું જ્યારે બિઝનેસ ટ્રિપ્સ બહાર જાઉં ત્યારે તે તેમની જ હોય. મારો પરિવાર અને ત્યાં સુધી કે મારો ડ્રાઈવર પણ કહેતો કે કવિતા તથા જીજાજી વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. જોકે, હું તેમની વાતો માનતો નહોતો. હું બંને પરિવારને સમાન માનું છું. મારા માટે તેનો તથા મારો પરિવાર એક જેવો છે. આ વાત હું આજે પણ માનું છું.’

અંદરથી તૂટી ગયો હતોઃ રાજે કહ્યું હતું, ‘મને કવિતાના સંબંધ અંગે ત્યારે ખબર પડી જ્યારે તેની બહેન તથા પતિ ભારત આવી ગયા હતા. મને યાદ છે કે હું બિલકુલ તૂટી ગયો હતો. હું એ વિચારીને રડતો હતો કે મારી સાથે કેમ આવું થયું. જ્યારે મેં મારી પ્રેગ્નન્ટ બહેનને ફોન કર્યો અને કવિતાથી અલગ થવાની વાત કરી હતી. હું કવિતાને તેના ઘરે મૂકી આવ્યો હતો. મારા માટે 40 દિવસની દીકરીને તરછોડવી મુશ્કેલ હતી, પરંતુ આ જરૂરી હતું.’

ઉલ્લેખનીય છે કે રાજ કુંદ્રાએ 2003માં કવિતા સાથે લગ્ન કર્યાં હતાં અને 2006માં તેમના ડિવોર્સ થઈ ગયા હતા. 2009માં ભારતમાં શિલ્પા તથા રાજે લગ્ન કર્યાં હતાં. તેમને દીકરો વિયાન તથા દીકરી સમિશા છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I engaged on this gambling website and managed a considerable sum of money, but after some time, my mother fell ill, and I wanted to cash out some earnings from my balance. Unfortunately, I experienced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to the casino site. I request for your help in reporting this site. Please support me in seeking justice, so that others won’t experience the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

  2. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Dive into this cosmic journey of discovery and let your mind roam! ✨ Don’t just read, experience the excitement! ? Your mind will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page