Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightઆ ખેતરમાં છે કરોડોના હીરા, કામ-ધંધો છોડીને ગામના લોકો હીરા શોધવા લાગ્યા

આ ખેતરમાં છે કરોડોના હીરા, કામ-ધંધો છોડીને ગામના લોકો હીરા શોધવા લાગ્યા

કુરનૂલઃ તમામ રત્નોમાં હીરાને સૌથીવધુ કિંમતી માનવામા આવે છે. તેની કિંમત લાખોથી શરૂ થઈ કરોડો સુધી પહોંચે છે. જો તે કોઈ ગરીબ વ્યક્તિને મળી જાય તો તે રાતોરાત કરોડપતિ બની શકે છે. આંધ્ર પ્રદેશના કુરનૂલ જીલ્લામાં ચિન્ના જોનાગિરી વિસ્તારમાં એક વ્યક્તિ સાથે કંઈ આવું જ બન્યું. ખેડૂતનો દાવો છે કે, તેને ખેતરમાં 30 કેરેટનો હીરો મળ્યો છે. તેણે આ હીરો એક સ્થાનિક વેપારીને 1 .20 કરોડ રૂપિયામાં વેચી પણ દીધો.

આ ઘટના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ મામલે વિસ્તારના એસપીએ કહ્યું કે, તેઓ આ મામલે તપાસ કરી રહ્યાં છે. જોકે વિસ્તારમાં આવી આ પ્રથમ ઘટના નથી. આ વિસ્તારમાં અગાઉ પણ આવી ઘટનાઓના સમાચાર સામે આવી ચૂક્યા છે જેમાં લોકોને હીરો કે અન્ય કિમતી પત્થર મળ્યો હોય. અહીંના વિસ્તારમાં દર વર્ષે જૂનથી નવેમ્બર દરમિયાન ઘણા લોકો હીરા શોધવા માટે આવે છે. આ લોકો પોતાના કામ ધંધા પણ અમુક દિવસ માટે છોડી દે છે અને માત્ર રાત-દિવસ હીરા અને કિંમતી પત્થરની શોધમાં રહે છે. અમુક લોકો તો આસપાસના ગામમાંથી આવતા હોય છે અને અહીં ટેન્ટ લગાવીને રેહતા હોય છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વરસાદના દિવસોમાં અહીં કિંમતી પત્થરો મળતા હોવાની વાતો સામે આવી ચૂકી છે. વરસાદમાં માટી વહેતી હોવાથી આવી વસ્તુ મળવાની શક્યતા વધી જાય છે. જોન્નાગિરી, તુગ્ગલી, મદિકેરા, પગીદિરાઈ, પેરાવલી, મહાનંદી અને મહાદેવપુરમ અમુક એવા ગામ છે જ્યાં લોકો વરસાદ બાદ હીરાની શોધમાં લાગતા હોય છે.

કુરનૂલ જીલ્લામાં તો લગભગ દરેક વર્ષે કોઈને હીરો મળ્યા હોવાની વાત સામે આવતી રહે છે. 2019માં જ એક ખેડૂતે દાવો કર્યો હતો કે, તેને 60 લાખ રૂપિયાનો હીરો મળ્યો હતો. જ્યારે 2020માં 2 ગામના લોકોને કથિત રીતે 5 થી 6 લાખ રૂપિયાના 2 કિંમતી પત્થર મળ્યા હતા. તેમણે સ્થાનિક વેપારીઓને 1.5 લાખ અને 50 હજારમાં તે વેચી દીધા હતા. હીરા મળવાની વાતો સાંભળી દરવર્ષે આસપાસના જીલ્લાના લોકો અહીં આવી હીરા શોધવા લાગ્યા છે. માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ ખાનગી કંપનીઓ અને સરકાર પણ અહીં હીરા શોધવા અભિયાન ચલાવી ચુકી છે. અહીં હીરા મળવા અંગે 3 કહાણીઓ ચર્ચિત છે.

પ્રથમ કહાણી અનુસાર, સમ્રાટ અશોકના શાસનકાળથી જ અહીંની માટીમાં હીરા દફન છે. કુરનૂલ પાસે જોનાગિરીને મૌર્યોની દક્ષિણી રાજધાની સુવર્ણગિરીના નામથી ઓળખવામા આવતી હતી. જ્યારે બીજી કહાણીમાં દાવો કરાય છે કે, વિજયનગર સામ્રાજ્યના શ્રી કૃષ્ણદેવરાય (1336-1446) અને તેમના મંત્રી તિમારુસુ દ્વારા આ વિસ્તારમાં હીરા અને સોનાના ઘરેણાંનો એક મોટો ખજાનો દફન કરવામા આવ્યો છે. ત્રીજી કહાણી અનુસાર, ગોલકુંડા સલ્તનત (1518-1687)ના સમયમાં આ હીરાને માટીમાં છુપાવવામાં આવ્યા હતા. તેને કુતુબ શાહી રાજવંશ તરીકે પણ ઓળખવામા આવે છે. આ રાજવંશ હીરા માટે જાણીતું હતું. તેને ગોલકુંડા હીરા પણ કહેવાય છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities ? into this thrilling experience of imagination and let your mind fly! ? Don’t just enjoy, immerse yourself in the excitement! ? Your brain will thank you for this thrilling joyride through the realms of endless wonder! ?

  2. I engaged on this casino platform and won a significant cash, but after some time, my mom fell ill, and I wanted to withdraw some money from my balance. Unfortunately, I encountered problems and couldn’t withdraw the funds. Tragically, my mom died due to the casino site. I implore for your assistance in bringing attention to this website. Please assist me in seeking justice, so that others do not face the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. I participated in this gambling website and secured a significant amount of winnings. However, eventually, my mother fell seriously ill, and I needed cash out some earnings from my account. Regrettably, I experienced problems and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to such online casino. I strongly appeal for your support in reporting this platform. Please aid me in seeking justice, so that others do not have to the grief I’m going through today, and stop them from experiencing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page