Sunday, April 14, 2024
Google search engine
HomeRecipeકંઈક હટકે નાસ્તો બનાવવો છે? તો બનાવો ધુસ્કા, ટેસડો પડી જશે એ...

કંઈક હટકે નાસ્તો બનાવવો છે? તો બનાવો ધુસ્કા, ટેસડો પડી જશે એ નક્કી

અમદાવાદઃ નાસ્તામાં કંઈક હટકે ખાવાની ઈચ્છા હોય તો અમે તમારા માટે ઝારખંડની પારંપરિક વાનગી ધુસ્કા લઈને આવ્યા છે. તો આજે જ બનાવો આ હટકે વાનગી.

સામ્રગીઃ
1 કપ ચોખા
1/2 કપ ચણા દાળ
1/4 કપ અડદ દાળ
4 લાલ મરચું
આદું (બારિક પીસેલું)
2 ચમચી કોથમીર (સમારેલી)
1 નાની ચમચી જીરું
હિંગ ચપટી
1/4 હળદર
મીઠું (સ્વાદ મુજબ)
1/4 ઈનો ફ્રૂટ સોલ્ટ
તળવા માટે તેલ

રીતઃ
1. ચોખા, અડદ-ચણાની દાળને અલગ-અલગ વાસણમાં ચાર-પાંચ કલાક પલાળીને રાખો. ત્યારબાદ તેમાંથી વધારાનું પાણી કાઢી નાખો.
2. મિક્સરમાં સૌ પહેલાં ચોખા પીસી લો.
3. પીસેલા ચોખા અલગ વાસણમાં કાઢીને મિક્સરમાં હવે અડદ-ચણાની દાળ, લીલા મરચા નાખીને ગ્રાઈન્ડ કરો. આ મિશ્રણ ચોખાનું મિશ્રણ નાખ્યું હતું, તેમાં જ મિક્સ કરો.
4. હવે ખીરાને બરોબર મિક્સ કરીને તેમાં હળદર, હિંગ, મીઠું, કોથમરી, આદુ નાખીને બરોબર હલાવો.
5. ખીરું આપણે ચિલ્લા બનાવીએ તે રીતનું જ રાખવાનું છે.

ડિપ ફ્રાય માટેઃ
1. ધુસ્કા તળીને ખાવી હોય તો ખીરાને બે મિનિટ સુધી બરોબર ફેંટી લો.
2. કઢાઈમાં તેલ ગરમ મૂકો.
3. તેલ ગરમ થાય એટલે મધ્યમ આંચ પર એક ચમચો ખીરું ભરીને તેલમાં નાખો. ગોલ્ડન બ્રાઉન રંગના બંને બાજુ શેકો.
4. આ રીતે તમામ ધુસ્કા તળીને તૈયાર કરો.
5. ગરમાગરમ ધુસ્કા ચા કે ચટણી સાથે સર્વ કરો.

શૈલો ફ્રાયઃ
1. ધુસ્કા ઓછા તેલમાં ખાવી હોય તો આ ખીરામાં ઈનો ફ્રૂટ સોલ્ટ નાખીને મિક્સ કરો.
2. નોન સ્ટીક તવા પર મધ્યન આંચ પર સહેજ તેલ લાગવો.
3. એક ચમચો મિશ્રણ તવા પર ફેલાવી દો.
4. ઉપર એક ઢાંકણું ઢાંકો ને મધ્યમ આંચ પર બે મિનિટ સુધી રહેવા દો.
5. જો નીચેનું પડ શેકાઈ ગયું હોય તો ધુસ્કા બીજી બાજુ ઉથલાવો અને સહેજ ગોલ્ડન રંગનો થવા દો.
6. આ રીતે તમામ ધુસ્કા તૈયાર કરો.
7. ગરમાગરમ ધુસ્કા ચા કે ચટણી સાથે સર્વ કરો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Dive into this exciting adventure of knowledge and let your thoughts roam! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page