Tuesday, April 16, 2024
Google search engine
HomeFeature Rightપીવાના પાણી માટે મહિલાઓ વચ્ચે થઈ જોરદાર મારામારી, આવ્યું કરૂણ અંજામ

પીવાના પાણી માટે મહિલાઓ વચ્ચે થઈ જોરદાર મારામારી, આવ્યું કરૂણ અંજામ

આંધ્રપ્રદેશમાં સોમવારે એક ચકચાર મચાવતી ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં પીવાના પાણી માટે બે મહિલાઓ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. ઝઘડો એટલો બધો વકરી ગયો હતો કે, એક મહિલાનો જીવ જતો રહ્યો હતો. આ કેસમાં પોલીસે કેસ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં સોમવારે જાહેર નળ પર જ્યારે બધી મહિલાઓ પાણી ભરી રહી હતી તે દરમિયાન લાઈન તૂટવાના ચક્કરમાં મહિલાઓના બે જૂથ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. તે સમયે 38 વર્ષના તાતીપુડી પદ્મા પર કેટલીક મહિલાઓએ હુમલો કર્યો હતો અને તેમનું મોત થયું હતું. સાક્ષીઓના મતે મહિલાઓને બે ભાગલા પડી ગયા હતા અને સ્ટીલના બેડાથી માર મારતાં તેનો કરૂણ અંજામ આવ્યો હતો.

સ્થાનિક પોલીસે પ્રત્યક્ષદર્શીઓના હવાલે કહ્યું હતું કે, કેટલીક મહિલાઓએ લાઈનને તોડી દીધી હતી તે દરમિયાન આ મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો. પદ્મા પોતાનો નંબર આવવાની રાહ જોઈ રહી હતી. તેને લઈ તેણે આપત્તિ વ્યક્ત કરી હતી. બસ આ જ ઝઘડાનું કારણ હતું.


તેને લઈ એક બીજા પર લોકો જીભાજોડી કરવા લાગ્યા હતાં. ત્યાર બાદ કેટલીક મહિલાઓએ તેના પર હુમલો કર્યો હતો. પદ્માના માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. તેની ઓળખ સુંદરમ્મા તરીકે થઈ છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! ? Embark into this exciting adventure of knowledge and let your thoughts soar! ? Don’t just read, experience the thrill! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page