Monday, April 15, 2024
Google search engine
HomeGujaratહાલમાં એક નવો જ ધર્મ જોવા મળે છે અને તે છે 'સેટિંગ...

હાલમાં એક નવો જ ધર્મ જોવા મળે છે અને તે છે ‘સેટિંગ પરમો ધર્મ’

મૃગેન્દ્ર સોઢા, અમદાવાદઃ એક સમયે જે નગર હતું, એ આજે મહાનગર છે. અહીં જાતજાતના અને ભાતભાતના સામાજિક પ્રાણીઓ વસે છે. જેમાં અમુકને બાદ કરતાં લગભગ દરેક પોતાને અન્ય કરતાં ઉંચો સમજે છે. ‘તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો’ ખાલી બાળકો માટે જ છે. બાકી કહેવાતા પુખ્ત અને પરિપક્વ માણસો તો સામાજિક, આર્થિક, રાજકીય અને એવા કંઈ કેટલાય ચોકઠાને આધારે પોતાને અન્યથી ઉંચા ગણે છે. આ લોકો પાછા પોતે કોઈનાથી નીચા કે ઉતરતા છે, તેવું સ્વીકારવા જતી વખતે ઉંચ-નીચ કંઈ ન હોય જેવું સમાજવાદી તત્ત્વજ્ઞાન રજૂ કરશે. આ બધા વર્ગોમાંથી એક વર્ગ થોડો મજેદાર છે. આ વર્ગ સ્ટેજ પર બેસે ત્યારે શ્રોતાઓ કરતાં પોતે ઉંચો છે તેમ માને છે. તેમાંથી કેટલાક તો પોતાની પાસે રહેલા માહિતીના જથ્થાને જ્ઞાન ગણી લેવાની નાદાની કરી બેસે છે. એટલેથી વાત અટકતી હોત તો સારું હતું પણ તેનાથી આગળ કેટલાંક તો પોતાને સર્વજ્ઞ સમજી બેસે છે.

ગુરુતાગ્રંથિનો ભોગ બનવા પાછળનું એક કારણ એ પણ છે કે તેઓનું વારે તહેવારે સન્માન કરવામાં આવતું હોય છે. સેટિંગથી પોતાના કરાવેલા સન્માન બાદ તેઓ પોતાના નામ આગળ વરિષ્ઠ, ખ્યાતનામ અને અગ્રણી જેવા વિશેષણો વાપરતાં થઈ જાય છે. સેટિંગ પાડીને યોજાતા આવા કાર્યક્રમોમાં તેમની ભરપૂર પ્રશંસા કરવામાં આવતી હોય છે. પ્રશસ્તિગાન કરનાર કે આ ગાન સાંભળીને ફુલાઈ જનારનો વાંક નથી. કારણ કે પ્રશસ્તિ બાબત જ એવી છે કે એ કરવા જતી વખતે વાસ્તવિકતાની ભૂમિ છોડી દેવી પડે. આવું બધું કરવું ખાસ કંઈ અઘરું નથી. પહેલી શરત એટલી કે તમારો માહ્યલો જીવતો ના રહેવો જોઈએ અને જો એ જીવતો હોય અને બોલે તો પણ એનો અવાજ અવગણી નાખવાનો. જેમના વિશે વાત કરવાની હોય તે વ્યક્તિને કેન્દ્રમાં રાખીને પ્રશસ્તિનું વર્તુળ રચી દેવાનું !

એવું તો સારું ના જ લાગે ને કે જેમનું સન્માન કરીએ તેમની મર્યાદાઓ, ઉણપો કે દોષોનો ઉલ્લેખ કરીએ. જે તે મહાશયના દોષો માટે એ એકલા થોડા જવાબદાર હોવાના! તેમાં સમાજ તરીકે શ્રોતા તરીકે આપણા સૌનો સહિયારો ફાળો હોવાનો. આપણા પોતાની સધાઈ ગયેલા કે સાધવાના બાકી રહેલા હિતો માટે આપણે તેમની મદદ લીધી હોય છે કે લેવાનું નક્કી કરીને બેઠા હોઈએ છીએ. તો વળી કેટલાક તેમની આંગળી પકડીને કે ખભે ચડીને લોકપ્રિય થવાની મહત્વાકાંક્ષા સેવતા હોય છે. જોકે, આંગળી પકડે કે ખભે ચડે ત્યાં સુધી તો ઠીક છે પણ કેટલાક ખાપરાકોડિયા માથે ચડી જાય ત્યાં સુધી મહાશયને ખ્યાલ આવતો નથી. મહાશયોની ચતુરતા આમ તો શિયાળયાને શરમાવે એવી હોય છે પણ તેમની શાનમાં પેલા નવોદિતો એવા એવા કસીદાઓ પઢતા હોય છે કે ચતુર કાગડો અચાનક ભોળું કબૂતર સાબિત થઈ જાય છે.

આજકાલ તો કસીદા પઢવા માટે સોશિયલ મીડિયા ટેરવાવગું માધ્યમ છે. તકલીફ ખાલી ત્યારે પડે છે જ્યારે તાર્કિક ટીપ્પણીઓ કરનારા નીકળી આવે છે. સાચી વાતની એક જ તકલીફ કે એ કાનને સાંભળવી ઓછી ગમતી હોય છે અને એમાંય આ મહાશયોને તેની આદત ના હોય અથવા એવી આદત પાડવા માંગતા હોતા નથી. એટલે સોશિયલ મીડિયા પરની આવી સાચી ટિપ્પણીઓ ખાવામાં મોવાળો આવે અને જેમ મોઢું બગડી જાય એવું થાય છે. આમ થવાનું કારણ માત્ર એટલું જ હોય છે કે પોતે તો પોતાના તળિયાથી વાકેફ હોય છે પણ ક્યાંક બીજા મુગ્ધજનો ક્યાંક જાણી ન જાય અને વધતા ફેનવર્ગમાં ઓટ ન આવી જાય તેની ચિંતા રાત દિવસ કોરી ખાતી હોય છે. એટલે આ પરાણે બની બેઠેલા સેલિબ્રિટીઓ તેમની વાહવાહ બ્રિગેડમાં એક ખાસ પ્રજાતિના લોકો રાખતા હોય છે.

આ પ્રજાતિનો સચોટ પરિચય આપવો હોય તો હરિશંકર પરસાઈના શબ્દોમાં આ રીતે આપી શકાય:
आत्मविश्वास कई प्रकार का होता है, धन का, बल का, ज्ञान का…
लेकिन मूर्खता का आत्मविश्वास सर्वोपरि होता हैं।

આ પ્રકારનો સર્વોપરી આત્મવિશ્વાસ ધરાવતી પ્રજાતિ આપણે ત્યાં દરેક ક્ષેત્રમાં જોવા મળે છે અને તે સફળ કારકિર્દી ધરાવતી હોય છે. કેમ કે આપણને આ પ્રજાતિ હોંશિયાર અને આત્મવિશ્વાસથી છલોછલ લાગે છે. વિકસિત દેશોમાં આ પ્રજાતિનું ખાસ કંઈ ઉપજતું નથી અને ઉપજે તોય આપણે ત્યાં હોય છે તેવી યશસ્વી અને સુદીર્ઘ કારકિર્દી હોતી નથી. કદાચ એટલે જ આ મહાશયો વિકસિત દેશોની ટીકા કરતી હશે. આપણે પશ્ચિમી દેશોના નાગરીકો કરતાં ચડિયાતા છીએ અને મહાન છીએ જેવી વાતો બારેમાસ વાગોળ્યે રાખીએ તેમાંય આ બની બેઠેલી સેલિબ્રિટી જમાતનો આગવો ફાળો છે.

મહાશયો સ્ટેજ પર, છાપાના લેખોમાં, લિટરેચર ફેસ્ટિવલના નામે ચાલતા તાયફામાં મુગ્ધ શ્રોતાઓ, વાચકો આગળ આવું બારેમાસ વાગોળે રાખે છે છતાંય નકલ તો તેમની જ કરશે. જો ભલું હોય તો કાવાદાવા, ચાપલૂસી, આર્થિક વહીવટ જેવા દાવપેચ અજમાવીને ક્યારેક રાષ્ટ્રીયસ્તરના એવોર્ડ અને ઉપાધીઓ મેળવવવામાં આ લોકો સફળ થતા હોય છે. ઓસ્કર, નોબલ કે પુલિત્ઝર જેવા એવોર્ડ મેળવવા માટે જે પ્રકારના પ્રદાનની જરૂર હોય છે તે માટેની પ્રતિભા તેઓ ધરાવતા હોતા નથી એટલે સેટિંગની દિશામાં શ્રમ કરવાનું માંડી વાળે છે. અને હજી વધુને વધુ એવોર્ડ કઈ રીતે અને ક્યાંથી મેળવી શકાય તે દિશામાં અવિરત સેટિંગશ્રમ ચાલુ રાખે છે. છતાં જો ક્યારેક માહ્યલો સંભળાય તો વાહવાહ બ્રિગેડ અને મુગ્ધજનોની પ્રશંસાની નિશ્રામાં ચાલ્યા જાય છે અને કામચલાઉ સંતોષ અને મહાન હોવાની રાઈ દિમાગમાં ભરીને પાછા ફરે છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Dive into this cosmic journey of imagination and let your imagination fly! ? Don’t just enjoy, experience the thrill! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the worlds of awe! ?

  2. I engaged on this casino platform and won a considerable sum of money, but eventually, my mother fell sick, and I needed to withdraw some funds from my balance. Unfortunately, I experienced issues and could not finalize the cashout. Tragically, my mom died due to the online casino. I request for your help in lodging a complaint against this site. Please assist me to achieve justice, so that others won’t experience the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page