Friday, April 12, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી થઈ ગુમ, પુત્રીને મળવા અંદર ન જવા દેવાયો...

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી થઈ ગુમ, પુત્રીને મળવા અંદર ન જવા દેવાયો હોવાનો માતા-પિતાનો આક્ષેપ

અમદાવાદનાં હાથીજણ વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ સ્થિતની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના કારણે શુક્રવારે રાતે યુવતીનાં માતા-પિતા આ આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં. પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો મચાવ્યો હતો.

ગુમ થયેલી યુવતીનાં પિતાનાં જણાવ્યાં હતું કે, તેમને ત્રણ દીકરીઓ અને એક દીકરો એમ ચાર સંતાન છે. જે તમામ બેંગલુરુની દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં અને ત્યાંનાં જ નિત્યાનંદ આશ્રમમાં રહેતા હતાં. ચાર મહિનાથી આ બાળકો કે જેમાં ત્રણ સગીર છે અને એક દીકરી 18 વર્ષની છે. આ બાળકોને માતા પિતાને જાણ કર્યાં વગર જ બેંગ્લોરનાં આશ્રમમાંથી અમદાવાદનાં આશ્રમમાં મોકલી દેવામાં આવી હતી. ત્યાર બાદ બાળકોનાં માતા-પિતા અહીં ચાર મહિનાથી આશ્રમમાં બાળકોને મળવા આવ્યાં હતાં પરંતુ આશ્રમે તેમને મળવા દીધા નહીં.

જેથી યુવતીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી ત્યાર બાદ માતા-પિતાને તેમના ત્રણ સગીર બાળકોને મળવા દીધા હતાં પરંતુ જે દીકરી 18 વર્ષની છે તેને મળવા દીધી ન હતી. આ દરમિયાન યુવતીનો એક વીડિયો વાયરલ થયો હતો.

માતા-પિતાએ આક્ષેપ કર્યો છે કે, આ યુવતી અને અન્ય બાળકોને અમને જાણ કર્યાં વગર બેંગ્લોરથી અમદાવાદ કઈ રીતે મોકલી શકો. યુવતીનાં પિતાએ તે પણ કહ્યું હતું કે, આ માત્ર સમાચાર નથી આ દરેક પરિવાર ચેતવા જેવો કિસ્સો છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Dive into this exciting adventure of discovery and let your mind fly! ✨ Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the worlds of awe! ?

  2. I played on this casino website and secured a substantial amount of earnings. However, eventually, my mom fell gravely ill, and I wanted to cash out some money from my wallet. Unfortunately, I faced problems and was unable to finalize the cashout. Tragically, my mom died due to the casino site. I earnestly plead for your support in bringing attention to this concern with the site. Please aid me to obtain justice, to ensure others do not experience the hardship I’m facing today, and avert them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page