Wednesday, April 17, 2024
Google search engine
HomeRecipeભીમ અગિયારસ પર ફરાળમાં બનાવો એકદમ ટેસ્ટી મોરૈયાની ખીચડી-કઢી

ભીમ અગિયારસ પર ફરાળમાં બનાવો એકદમ ટેસ્ટી મોરૈયાની ખીચડી-કઢી

અમદાવાદઃ 13 જૂનના રોજ વર્ષની 24 અગિયારસમાંથી સૌથી મોટી અગિયારસ તથા ઉત્તમ ફળ આપતી અગિયારસ એટલે કે ભીમ અગિયારસ છે. આ દિવસે ફરાળમાં શું કરવું તેને લઈ ગૃહિણીઓ મૂંઝવણ અનુભવતી હોય છે. આજ અમે તમને ફરાળમાં મોરૈયાની કઢી તથા મોરૈયાની ખીચડી બનાવતા શીખવીશું.

મોરૈયાની ખીચડી
સામ્રગીઃ
1500 ગ્રામ મોરૈયો
શેકેલી સિંગ (અધકચરી)
2 બટાકા (બાફેલા)
2 ચમચી તેલ
1 ચમચી જીરું
2-3 લીલા મરચા (બારીક સમારેલા)
નાનો ટુકડો આદુ (બારીક પીસેલું)
અડધી ચમચી લાલ મરચું, ધાણા જીરું
સિંધાલુણ અથવા મીઠું
પાણી (600 મિલિ. પાણી
લીમડો
કોથમીર (બારીક સમારેલી)

રીતઃ
1. સૌ પહેલાં મોરૈયાને ધોઈને 10-15 મિનિટ પાણીમાં પલાળીને સાઈડમાં રાખો
2. બાફેલા બટકા ઝીણા સમારીને રાખો.
3. કઢાઈમા વઘાર માટે તેલ ગરમ મૂકીને તેમાં જીરું નાખો. પછી લીલા મરચા-આદુની પેસ્ટ, લીમડો તથા બટેકા નાખો.
4. 2-3 મિનિટ માટે 600 મિલી પાણી નાખો અને તેને ગરમ થવા દો.
5. પાણી ગરમ થઆય એટલે મોરૈયો તથા સિંગદાણા નાખો.
6. હવે ટેસ્ટ મુજબ લાલ મરચું, સિંધાલુણ કે મીઠું, ધાણાજીરું નાખો.
7. થોડી-થોડી વારે મોરૈયો હલાવતા રહો.
8. 10-15 મિનિટમાં મોરૈયો તૈયાર થઈ જશે.
9. મોરૈયો થઈ જાય એટલે કોથમીરથી ગાર્નિંશ કરો.

નોંધઃ જો જમવાની કલાકથી વધુ વાર હોય તો મોરૈયો થોડું ઢીલો રાખવો.

મોરૈયાની કઢી

સામ્રગીઃ
2 કપ છાશ
3 ચમચી મોરૈયો
1 ચમચી આદુ-મરચા (બારીક પીસેલા)
2 ચમચી ખાંડ
મીઠું અથવા સિંધાલુણ (સ્વાદ મુજબ)
કોથમીર (ઝીણી સમારેલી)

વઘાર માટે
બે ચમચી ઘી
1 ચમચી જીરુ
લીમડો
2 આખા લાલ મરચા
કોપરું (હોય તો નહીં હોય તો પણ ચાલશે)

રીતઃ
1. છાશમાં મોરૈયો નાખીને રવાઈથી વલોવી લો અને જરૂર મુજબ પાણી નાખો
2. આમાં મીઠું કે સિંધાલુણ નાખીને મધ્ય આંચ પર ઉકાળો.
3. એકાદ ઉભરા બાદ તેમાં આદુ-મરચા નાખીને હજી એક ઉભરો આવવા દો. વચ્ચે વચ્ચે કઢીને હલાવતા રહો.
4. બરોબર ઉકળી જાય એટલે તેમાં ખાંડ નાખીને બે મિનિટ બાદ આંચ બંધ કરી દો.
5. વઘારિયામાં ઘી લઈ વઘાર મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં લીમડો, જીરુ તથા આખા લાલ મરચા નાખો. વઘાર કઢીમાં નાખો અને બરોબર મિક્સ કરો. ઉપરથી કોથીમીર અને કોપરાથી ગાર્નિશિંગ કરો.
6. તૈયાર છે ગરમાગરમ મોરૈયાની કઢી

RELATED ARTICLES

3 COMMENTS

  1. I participated on this gambling website and managed a significant cash, but after some time, my mother fell ill, and I wanted to withdraw some funds from my casino account. Unfortunately, I experienced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to the casino site. I request for your assistance in reporting this online casino. Please help me to obtain justice, so that others won’t have to undergo the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page