Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodઐશ્વર્યા રાય બચ્ચન માત્ર ને માત્ર આ એક વ્યક્તિને કરે છે ફોલો,...

ઐશ્વર્યા રાય બચ્ચન માત્ર ને માત્ર આ એક વ્યક્તિને કરે છે ફોલો, નામ જાણીને લાગશે નવાઈ

મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ છે. ઐશ્વર્યા છેલ્લે ફિલ્મ ‘ફન્ને ખાન’માં જોવા મળી હતી. ઐશ્વર્યા 2018થી સો.મીડિયામાં છે. સો.મીડિયામાં ઐશ્વર્યાના ફોલોઅર્સ વધી રહ્યાં છે. આજે તેના ફોલોઅર્સ 9.5 મિલિયન છે. અનેક લોકો બચ્ચન બહુને ફોલો કરે છે, પરંતુ બચ્ચન બહુ માત્ર એક જ વ્યક્તિને સો.મીડિયામાં ફોલો કરે છે.

ઐશ્વર્યા સો.મીડિયામાં માતા વૃંદા રાય, પતિ અભિષેક બચ્ચન, દીકરી આરાધ્યા તથા સાસુ-સસરાની તસવીરો શૅર કરતી હોય છે.

હવે વાત આવે છે કે ઐશ્વર્યા આખરે સો.મીડિયામાં કોને ફોલે કરે છે. તે સો.મીડિયામાં અન્ય કોઈને નહીં, પરંતુ અભિષેક બચ્ચનને ફોલો કરે છે. 1994માં ઐશ્વર્યા મિસ વર્લ્ડ બની હતી. 87 દેશોની સુંદરીને હરાવીને ઐશ્વર્યા મિસ વર્લ્ડ બની હતી.

21 વર્ષની ઉંમરમાં ઐશ્વર્યા મિસ વર્લ્ડ બની ત્યારે આર્કિટેક્ચરની વિદ્યાર્થિની હતી. મિસ વર્લ્ડ બન્યા બાદ તેણે ભણવાનું અધવચ્ચે મૂકી દીધું હતું. તેણે સાઉથની ફિલ્મથી એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. ત્યારબાદ બોલિવૂડમાં ‘ઔર પ્યાર હો ગયા’થી ડેબ્યૂ કર્યું હતું. 2007માં ઐશ્વર્યાએ અભિષેક સાથે લગ્ન કર્યા હતા અને 2011માં દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો.

ઐશ્વર્યાએ કોકાકોલા અને પેપ્સી બંને રાઇવલ કંપનીની જાહેરાતમાં કામ કર્યં છે. તેણે બંગાળી ફિલ્મમાં પણ કામ કર્યું છે. ઐશ્વર્યા ક્લાસિકલ ડાન્સર પણ છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! ? Embark into this cosmic journey of knowledge and let your thoughts roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! ? Your brain will thank you for this thrilling joyride through the worlds of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page