અરૂણ જેટલીનો PM નરેન્દ્ર મોદીને પત્ર: ‘મને કેબિનેટમાં સામેલ ના કરો’

Featured National

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવીને ફરી વખત સરકાર બનાવનાર નરેન્દ્ર મોદી ગુરૂવારે વડાપ્રધાન પદ શપથ લેશે. ત્યારે મોદી સરકારની કેબિનેટની અટકળો શરૂ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના 65 નેતાઓ પણ શપથ લેશે. આ દરમિયાન નાણામંત્રી અરૂણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે.

અરૂણ જેટલીએ નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમની તબિયત નાદૂરસ્ત હોવાના કારણે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ ન કરવાની ભલામણ કરી છે.
કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ નરેન્દ્ર મોદીને પત્ર લખીને અપીલ કરી છે કે, તેમને મંત્રી બનાવવા વિશે ફેર વિચાર ન કરવામાં આવે.

અરૂણ જેટલીએ નાણા મંત્રીના લેટરહેડથી લખેલા પત્રને ટ્વિટર પર શેર કર્યો છે. તેઓએ સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપતાં લખ્યું છે કે, તેમને કેબિનેટમાં સામેલ કરવાનો વિચાર ન કરવામાં આવે. જેટલીએ પોતાના પત્રમાં પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતાં લખ્યું છેકે, તેમના નેતૃત્વમાં દેશના વિકાસને નવા માર્ગ પર લઈ જવાની તક મળી હતી.

જેટલીએ પત્રમાં લખ્યું છે કે, પાર્ટીમાં રહેતાં મને સંગઠન સ્તરે મોટી જવાબદારી આપવામાં આવી. એનડીએની પહેલી સરકારમાં મંત્રી પદ અને વિપક્ષમાં રહેતાં પણ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવાની તક મળી. હું તેનાથી વધુ કંઈ માંગી પણ ન શકું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *