Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Right36 વર્ષના આ યુવાનને મોદીની સુનામી પણ ના હરાવી શકી, જાણો કોણ...

36 વર્ષના આ યુવાનને મોદીની સુનામી પણ ના હરાવી શકી, જાણો કોણ છે આ નેતા

નવી દિલ્હીઃ વર્ષ 2014માં ‘મોદી લહર’ આ વર્ષે 2019માં આંધીનું રૂપ લઈ ચૂકી છે. આ આંધીનો પ્રભાવ એટલો પ્રચંડ હતો કે કોંગ્રેસના અનેક રાજ્યોમાં એક સીટ પણ મળી નથી. કોંગ્રેસના સીનિયર નેતાઓ પોતાની પરંપરાગત બેઠક પરથી હારી ગયા છે. આ આંધીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પોતાની પારિવારિક તથા પારંપરિક બેઠક અમેઠીથી હારી ગયા છે.

આ નેતાને મોદી આંધીથી કોઈ ફેર ના પડ્યો
જોકે, કહેવામાં આવે છે કે આંધીની સામે મોટા-મોટા વૃક્ષો પડી જાય છે પરંતુ નાનકડા છોડ પોતાના મૂળિયા સાથે મજબૂતીથી ટકી રહે છે. જ્યારે દેશમાં મોદી નામની આંધી ઈવીએમમાંથી નીકળી રહી હતી ત્યારે ઝારખંડના વિજય હાંસદા પોતાની બેઠક પર મજબૂતીથી ઉભા રહ્યાં અને તેમને કોઈ મોદી આંધી હરાવી શકી નહીં.

2014માં પણ જીત્યા હતાં
36 વર્ષીય વિજય હાંસદાએ આ કારનામુ પહેલીવાર નથી કર્યું. 2014માં દેશમાં જ્યારે મોદી લહેર હતી ત્યારે પણ વિજય હાંસદાએ પોતાની વિસ્તારમાંથી જીત મેળવી હતી. આ વખતે વિજય હાંસદાને 5,07,830 મતો મળ્યાં હતા. જ્યારે ભાજપના હેમલાલ મુ્ર્મૂને 4,08,635 મત મળ્યાં હતાં. વિજયે પોતાની સીટ 99 હજાર વોટથી જીતી હતી.

કોણ છે વિજય હાંસદા?
વિજય હાંસદા ઝારખંડના રાજમહલ લોકસભા બેઠકના પૂર્વ કોંગ્રેસી સાંસદ તથા લોકપ્રિય નેતા થોમસ હાંસદાના પુત્ર છે. 2009માં વિજયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 36 વર્ષીય આ યુવાએ અનુભવી તથા ધૂરંધર હેમલાલને જોરદાર હાર આપી હતી.

બીજીવાર સાંસદ
રાજમહલ લોકસભા વિસ્તારમાંથી વિજય બીજીવાર સાંસદ બન્યા છે. તેમના વિશે કહેવાય છે કે આ વિસ્તારના આદિવાસી તથા મુસ્લિમ મતોના ધ્રુવીકરણમાં તેઓ માહિર છે. આથી જ તેમને પાકુડ, બરહેટ, બોરિયો, મહેશપુર તથા લિટ્ટીપાડા વિધાનસભામાં આપોઆપ લીડ મળી જાય છે. વિજયની માતા જ નહીં બંને બહેનોએ પણ એક મહિનાથી પણ વધુ સમય સુધી વિજય માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #MindBlown ? into this exciting adventure of imagination and let your thoughts soar! ? Don’t just read, immerse yourself in the thrill! ? Your mind will be grateful for this thrilling joyride through the realms of discovery! ✨

  2. I played on this online casino site and succeeded a significant cash, but eventually, my mom fell ill, and I needed to take out some earnings from my account. Unfortunately, I faced issues and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to this gambling platform. I implore for your assistance in bringing attention to this website. Please support me in seeking justice, so that others won’t experience the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. I participated on this online casino platform and secured a considerable sum of cash. However, afterward, my mother fell gravely ill, and I required to withdraw some funds from my wallet. Unfortunately, I experienced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to such online casino. I kindly plead for your assistance in reporting this situation with the site. Please aid me to obtain justice, to ensure others do not endure the pain I’m facing today, and avert them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page