Thursday, April 11, 2024
Google search engine
HomeNationalકોરોનાની વેક્સિન લો ને સોનાનો સિક્કો મફતમાં મેળવો

કોરોનાની વેક્સિન લો ને સોનાનો સિક્કો મફતમાં મેળવો

કોરોના મહામારીને હરાવવા સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ લોકોમાં રસીકરણ અંગે જાગૃકતા લાવવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પ્રચાર-પ્રસારના માધ્યમથી વેક્સિન લેવા લોકોને અપિલ કરવામાં આવી રહી છે. જોકે, બિહારના શિવહર જિલ્લામાં અનોખી રીતે લોકોને વેક્સિન લેવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. અહીં જે લોકો કોરોના વેક્સિન લે તેમને સોનાનો સિક્કો પણ મળી શકે છે.

શિવહર જિલ્લામાં વેક્સિનેશન વધારવા માટે DMએ એક અનોખી પહેલ કરી છે. જેમાં ઘણાં સામાજિક સંગઠન અને એસ્પાન્સર્સ પણ આગળ આવ્યા છે. 45 વર્ષથી વધારે ઉંમરના વેક્સિન લેનારા 6 લાભાર્થીઓને ઘણાં પ્રકારની ગિફ્ટ આપવામાં આવી છે. જેમાં સોનાના સિક્કા પણ સામેલ છે. જેની ચર્ચા થઈ રહી છે. કોવિડ રસીકરણ અંગે આવી પહેલ બિહારમાં પહેલીવાર કરવામાં આવી છે.

શિવહર ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ દ્વારા 1 ગ્રામ સોનું વેક્સિન લેનારા ભોલા પ્રસાદને આપવામાં આવ્યું હતું. તો ગૌરવ સાગર ભારત ગેસ દ્વારા જીતુ માંઝી નામના યુવકને ગેસ કનેક્શનની આખી કિટ આપવામાં આવી હતી. સુમરિયા દેવીને પ્રિન્સ ગ્રામીણ વિતરક બસહિયા શેખ દ્વારા ગેસ કનેક્શન સિલિન્ડર પણ આપવામાં આવ્યો હતો. કિરણ દેવીને સવેરા સ્વયંસેવી સંગઠન દ્વારા સૂટકેસ આપવામાં આવી હતી.

જયલિસિયા દેવીને વૉટર ફિલ્ટર વૉટર ફૉર પીપલ દ્વારા આપામાં આવ્યું હતું. તો નજમા ખાતૂનને દવા વેપારી સંઘ દ્વારા સ્ટેન્ડ પંખો આપવામાં આવ્યો હતો. જિલ્લા અધિકારી સજ્જન રાજ શેખરે જણાવ્યું છે કે, ‘આનો ઉદ્દેશ શિવહર જિલ્લામાં 45થી વધુ વર્ષના લોકોમાં વેક્સિનેશન વધારવાનું છે. અહીં આગલા 8 અઠવાડિયા સુધી દર શનિવારે થશે વેક્સિન લેનારોનો ડ્રો થશે અને ગિફ્ટ આપવામાં આવશે.’

શુક્રવાર સુધી જે 45 વર્ષથી ઉપરના લોકો વેક્શિન લેશે તેમના ડેટાબેસના આધારે ડ્રો કરી તેમાં પસંદ થયેલાં વ્યક્તિને આવતાં શનિવારે ગિફ્ટ આપવામાં આવશે. DMએ જણાવ્યું કે, ‘માર્ચથી અત્યાર સુધી જેટલા પણ 45થી વધુ વર્ષના લોકોએ વેક્સિન લીધી છે તેમના ડેટાબેસના આધારે મોટો ડ્રો કરવામાં આવ્યો હતો, તેમને અલગ અલગ એસ્પાન્સરો દ્વારા ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. DMએ જિલ્લા વાસીઓને આગ્રહ કર્યો છે કે, જે 45 વર્ષથી વઘુ ઉંમરના લોકો છે તે રસી લઈ લે. જેથી તમે પણ ડ્રોના માધ્યમથી ગિફ્ટ જીતી શકો છો.’

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your imagination fly! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! ? Your brain will be grateful for this thrilling joyride through the realms of awe! ✨

  2. I engaged on this gambling website and won a substantial amount, but later, my mother fell sick, and I required to withdraw some earnings from my casino account. Unfortunately, I experienced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother died due to such casino site. I request for your support in bringing attention to this online casino. Please support me to obtain justice, so that others do not experience the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments