Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodજય હો ગુજરાતી...!! દ્વારકાથી મુંબઈ પગપાળા ચાલીને અક્ષય કુમારને મળવા આવ્યો ચાહક

જય હો ગુજરાતી…!! દ્વારકાથી મુંબઈ પગપાળા ચાલીને અક્ષય કુમારને મળવા આવ્યો ચાહક

મુંબઈઃ હાલમાં જ અક્ષય કુમારને એક ક્રેઝી ગુજરાતી ફૅન મળવા આવ્યો હતો. આ ગુજરાતી ફૅન અક્ષય કુમારને મળવા માટે 900 કિમી ચાલ્યો હતો. દ્વારકાથી મુંબઈ 18 દિવસે આવ્યો હતો. અક્ષયના આ ચાહકનું નામ પ્રભાસ છે.

અક્ષયે વીડિયો શૅર કર્યો
અક્ષય કુમારે પ્રભાતનો વીડિયો શૅર કર્યો છે. પ્રભાતે કહ્યું હતું કે તે રોજ 50 કિમી ચાલતો હતો. તેણે ચાલીને મુંબઈ આવવાનું નક્કી કર્યું હતું. કારણ કે તે અક્ષય કુમારની જેમ ફિટ રહેવા માગે છે અને લોકોને સંદેશો આપવા માગે છે કે ચાલવું જરૂરી છે. વીડિયોમાં અક્ષય કુમાર, પ્રભાતને પૂછે છે કે તેને કેવી રીતે ખબર કે તે રવિવારે મળશે? જેના પર પ્રભાત કહે છે કે તે તેનો ફૅન છે અને તેના અંગેની બધી માહિતી ખબર છે. આથી જ તે શનિવાર આખી રાત ચાલ્યો હતો. વરસાદમાં પલળી ગયો પરંતુ અક્ષયને મળવાનું હોવાથી ચાલતો હતો. અક્ષયે આ ચાહકને જમવા અંગે પણ પૂછ્યું હતું. આટલું જ નહીં અક્ષયે એમ પણ કહ્યું હતું કે તે આવું બીજીવાર ના કરે.

એક ચાહકે અક્ષયના ઘરે ઘુસી ગયો હતો
આ પહેલાં પણ એક ચાહક અક્ષય કુમારને મળવા માગતો હતો અને તેણે ઓનલાઈન અક્ષય કુમારનું એડ્રેસ લીધું હતું અને બીચના રસ્તેથી તે અક્ષયની બિલ્ડિંગમાં ગયો હતો. ત્યારબાદ પોલીસ બોલાવવામાં આવી હતી. હાલમાં જ અક્ષય કુમારની રિલીઝ થયેલી ‘મિશન મંગલ’ ચાહકોને ઘણી જ પસંદ આવી રહી છે. 15 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે 190 કરોડની કમાણી કરી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities ? into this cosmic journey of discovery and let your mind roam! ? Don’t just explore, immerse yourself in the thrill! ? ? will be grateful for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page