Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Bottomટીમ ઈન્ડિયાના વિરાટ કોહલીની વાર્ષિક સેલેરી પાકિસ્તાનના 32 ખેલાડીઓ કરતાં પણ વધારે

ટીમ ઈન્ડિયાના વિરાટ કોહલીની વાર્ષિક સેલેરી પાકિસ્તાનના 32 ખેલાડીઓ કરતાં પણ વધારે

નવી દિલ્હી: વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સામે પરાજય બાદ પાકિસ્તાની ટીમ ભયભીત જોવા મળી રહી છે. મેદાનની અંદર તથા બહાર ભારતીય સુકાની વિરાટ કોહલીનો ખોફ પાકિસ્તાનની ટીમ ઉપર છવાયેલો જોવા મળ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની વાર્ષિક સેલેરી આખી પાકિસ્તાની ટીમના તમામ 32 ખેલાડીઓ કરતાં વધારે છે.

ભારતીય ટીમની સેલેરી બીસીસીઆઈ તરફથી તથા પાકિસ્તાની ખેલાડીઓની સેલેરી પીસીબી તરફથી આપવામાં આવે છે. સેલેરી માટે ખેલાડીઓને વાર્ષિક કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે અને તેમાં A, B, C અને D એમ વિવિધ ગ્રેડ આપવામાં આવે છે.

કોન્ટ્રાક્ટની યાદીમાં સિનીયર તથા જૂનિયર ખેલાડીઓને ગ્રેડ આપવામાં આવે છે. કોહલી બીસીસીઆઈના એ-ગ્રેડમાં છે અને તેની વાર્ષિક સેલેરી 7 કરોડ કરતાં વધારે છે. પાકિસ્તાનમાં કુલ પાંચ ગ્રેડ છે અને આ ગ્રેડના તમામ 32 ખેલાડીઓની કુલ વાર્ષિક સેલેરી ભારતીય કરન્સીમાં માત્ર સાત કરોડ 43 લાખ રૂપિયા થાય છે.

પાકિસ્તાનમાં એ-ગ્રેડના છ ખેલાડીઓને વાર્ષિક 48 લાખ રૂપિયા મળે છે. આમ આ ગ્રેડની કુલ સેલેરી લગભગ 2.88 કરોડ રૂપિયા થાય છે. બી-ગ્રેડના છ ખેલાડીઓને વાર્ષિક 30 લાખ (કુલ 1.80 કરોડ) અને સી-ગ્રેડના નવ ખેલાડીઓને 21 લાખ (કુલ 1.89 કરોડ), ગ્રેડ-ડીના પાંચ ખેલાડીઓને 12 લાખ રૂપિયા (કુલ 60 લાખ) તથા ગ્રેડ-ઈના છ ખેલાડીઓને વાર્ષિક છ લાખ રૂપિયા (કુલ 36 લાખ રૂપિયા) સેલેરી મળે છે.

આમ સેલેરીના મામલે પણ ભારતનો પાકિસ્તાન ઉપર દબદબો રહ્યો છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાચ કોહલીની વાર્ષિક સેલેરી 7 કરોડ કરતાં વધારે છે જ્યારે પાકિસ્તાનના 32 ક્રિકેટરોની વાર્ષિક સેલેરી 7.43 કરોડ રૂપિયા છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #AdventureAwaits ? into this exciting adventure of discovery and let your mind fly! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page