Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં કેન્દ્રીય મંત્રીના રૂટ પર ટુ-વ્હીલરનો અકસ્માત થતાં દારૂની રેલમછેલ થઈ

ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીના રૂટ પર ટુ-વ્હીલરનો અકસ્માત થતાં દારૂની રેલમછેલ થઈ

વડોદરા શહેરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના સર્કિટ હાઉસ જવાના રૂટ ઉપર ગાયની અડફેટે દેશી દારૂનો ખેપિયો આવી જતાં રોડ પર દેશીની દારૂની રેલમછેલ થઇ હતી. આ બનાવે વડોદરા શહેર પોલીસ તંત્રના ધજાગરા ઉડાવ્યા હતાં અને કેન્દ્રીય મંત્રી પણ વડોદરામાં દારૂબંધીની હકીકતથી વાકેફ થઇ ગયા હતા.

મંત્રીનો કાફલો સાઇડમાંથી કાઢવો પડ્યો હતો
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે આજે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા. તેમનો કાફલો એરપોર્ટ સર્કલથી એલ એન્ડ ટી સર્કલ તરફ જઇ રહ્યો હતો. દરમિયાન રસ્તા પર દેશી દારૂની પોટલીઓ પડેલી જોવા મળી હતી. જેને કારણે કાફલાને દારૂની પોટલીઓની બાજુમાંથી લઇ જવામાં આવ્યો હતો.

રોડ પર દારૂની પોટલીઓ જોઇને પોલીસ ચોંકી ઉઠી
રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ, રાજ્યમાં દારૂ લાવવા માટે અને લાવેલો દારૂ લોકો સુધી પહોંચાડવા માટે બુટલેગરો અવનવા રસ્તા અપનાવતા હોય છે. કેટલીક વખત બુટલેગરોની ચાલાકી પોલીસથી છુપી રહેતી નથી. તો કેટલીક વખત સંજોગોવસાત દારૂની હેરાફેરીનો પ્લાન ખુલ્લો પડી જાય છે. વડોદરામાં આજે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના રૂટ ઉપર દારૂની રેલમછેલ થતાં પોલીસ તંત્ર ચોકી ઉઠ્યું હતું.

રસ્તા પર દુર્ગંધ મારતી હતી
આજે બપોરના સમયે એક યુવક ટુ વ્હીલર લઇને એરપોર્ટ સર્કલથી એલ.એન્ડ.ટી. સર્કલ તરફ જઇ રહ્યો હતો. દરમિયાન, ટુ વ્હીલર પર બે પોટલા લઈને પસાર થઇ રહેલો યુવાન રખડતી ગાયની અડફેટે આવી જતાં દારૂની પોટલીઓની રેલમછેલ થઇ હતી. કેટલીક પોટલીઓ તો રસ્તામાં ફાટી જવાને કારણે આખાય રસ્તા પર દુર્ગંધ મારવાનુ શરૂ થઇ ગયું હતું.

પોટલીઓના દ્રશ્યો જોવા લોકો પહોંચી ગયા
તે સમયે એક મહિલા લોકોને આ સ્થળથી દૂર રહીને જવા માટે વિનંતી કરતી હતી. રસ્તા પર આ દ્રશ્યો જોવા લોકો પહોંચી ગયા હતા. ત્યારે અચાનક જ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની કારનું પાયલોટીંગ કરતી સ્થાનિક પોલીસની કાર સાયરન મારતી મારતી પોટલીઓ સુધી આવી પહોંચી હતી. લોકોને બાજુમાંથી જવા માટે ઇશારો કરતી મહિલાનો ઇશારો સમજીને પાયલોટીંગ કાર સહેજ બાજુએથી પસાર કરી હતી.

વડોદરામાં દારૂબંધીની હકીકતથી વાકેફ થઇ ગયા
કારની પાછળ પાછળ કેન્દ્રીય મંત્રીનો કાફલો પણ તેવી જ રીતે પસાર થયો હતો. કારમાંથી બધા બહાર શું થયું છે, તે જાણવા માટે ડોકીયું પણ કરતા હતા. ગણતરીની મિનિટોમાં આખો કોન્વોય પસાર થઇ જાય છે અને મંત્રી ખુદ વડોદરામાં દારૂબંધીની હકીકતથી વાકેફ થાય છે.

પોલીસે દલિત યુવાનની ટીંગાટોળી કરી
કાફલો સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા બાદ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેને રજૂઆત કરવા માટે દલિત યુવાન મિતેષ પરમાર પહોંચી ગયો હતો. જોકે, પોલીસે તેની ટીંગાટોળી કરી લઈ ગઇ હતી. મિતેશ પરમાર દલિત યુવાનોને રોજગારી માટે લોન સહિત કોઇ લાભ મળતો ન હોવાની રજૂઆત કરવા માટે પહોંચી ગયો હતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! ? ? into this thrilling experience of discovery and let your mind soar! ? Don’t just read, immerse yourself in the thrill! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page