Saturday, April 20, 2024
Google search engine
HomeGujaratપોતાનો જીવ જોખમમાં મુકીને આગના તાંડવમાંથી વિદ્યાર્થીઓને બચાવનાર આ સુરતી HEROને ઓળખો?

પોતાનો જીવ જોખમમાં મુકીને આગના તાંડવમાંથી વિદ્યાર્થીઓને બચાવનાર આ સુરતી HEROને ઓળખો?

સુરત: શહેરના સરથાણા જકાતનાકા પાસે તક્ષશિલા આર્કેટ નામની બિલ્ડિંગના ત્રીજા માળ પર આગ લાગી હતી. જેમાં 40થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા હતા. આ ઘટનામાં 20 વિદ્યાર્થીઓના મોત નિપજ્યાં છે. ક્લાસીસમાં મોતના આગના તાંડવ વચ્ચે જીવ બચાવવા વિદ્યાર્થીઓ મદદની બૂમાબૂમ કરી રહ્યા હતા. જોકે વિદ્યાર્થીઓને બચાવવા કોઈ આગળ આવ્યું નહતું. પરંતુ આ સમયે સુરતનો એક યુવાન કેતન જોરવાડીયા બરાબર બિલ્ડિંગની સામે ઊભો હતો.

કેતને ભીડમાં ઊભા રહીને તમાશો જોવાના બદલે પોતાનો જીવ બચાવવા બૂમાબૂમ કરી રહેલા વિદ્યાર્થીઓની મદદ કરવાનું નક્કી કરી લીધું હતું અને કંઈ પણ વિચાર્યા વગર સીધો બિલ્ડીંગની પાળીઓના પર ચઢી ગયો હતો અને ત્યાંથી ત્રીજા માળે પહોંચી ગયો હતો.

આ સુરતી હીરોએ પોતાનો જીવ જોખમમાં મુકીને આગથી બચવા ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી રહેલા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના હીરો કેતને જોરાવાડીયાએ જણાવ્યું હતું કે, આગ લાગવાની ઘટના સમયે મેં જોયું કે બાળકો પોતાનો જીવ બચાવવા માટે કૂદકો લગાવી રહ્યા હતા જોકે મેં બીજા માળે જઈ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન બે બાળકોને ઉપરથી ઉતારવામાં સફળ રહ્યો હતો.

કેતને ત્રીજા માળે પહોંચી અનેકની જિંદગીઓ બચાવી હતી. બિલ્ડીંગ પરથી કૂદકો લગાવવાને બદલે પાળીના સહારે કેવી રીતે નીચે ઉતરવું તેનું ધ્યાન દોર્યું હતું. ફસાયેલા વિદ્યાર્થીઓને નીચે ઉતારવામાં મદદ કરી હતી. કેતનની આ વીરતાને કારણે અનેક જિંદગી બચી ગઈ હતી.

પોતાનો જીવ જોખમમાં મુકી કેતને કરેલી કામગીરીને નજરોનજર જોનારા લોકોએ સલામ કરી હતી. આ ભયાનક પરિસ્થિતિમાં પણ કેતને કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી. આ સમયે કંઈ પણ વિચાર્યા વગર કેતને પોતાનો જીવ જોખમમાં મુકીને વિદ્યાર્થીઓની મદદ નહીં કરી હોત તો મૃત્યુઆંક વધ્યો હોત એવું સ્થળ ઉપર હાજર લોકો કહી રહ્યાં હતાં.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Dive into this cosmic journey of knowledge and let your mind fly! ? Don’t just explore, immerse yourself in the excitement! #FuelForThought ? will be grateful for this exciting journey through the worlds of awe! ?

  2. Чим корисні тактичні рюкзаки
    Відмінності від звичайних
    рюкзаки тактичні [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]рюкзаки тактичні[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page