મુંબઈ: ગઈકાલ શુક્રવારે બોલિવુડ અભિનેતા સલમાન ખાનનો 54મો બર્થ-ડે હતો. દર વર્ષની જેમ તેણે બર્થ-ડેની આગળની રાત્રે એક શાનદાર પાર્ટી હતી. બહેન અર્પિતાની ડિલવરી હોવાથી તેણે આ વખતે તેના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં પાર્ટી નહોતી રાખી, પણ ભાઈ સોહેલ ખાનના ઘરે પાર્ટી યોજી હતી. સલમાનની પાર્ટીમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ આવ્યા હતા. સલમાનની પાર્ટી ખૂબ મોડે સુધી ચાલી હતી.
પાર્ટીમાં બર્થ-ડે બોય સલમાને ટી-શર્ટ, જીન્સ અને ઉપર લેધર જેકેટ પહેરી એન્ટ્રી મારી હતી. બોલિવુડ કિંગ શાહરૂખ ખાન પણ પાર્ટીમાં આવ્યો હતો. આ ઉપરાંત ગર્લફ્રેન્ડ લુલિયા વંતુર કેટરિના કૈફ, સોનાક્ષી સિન્હા, હીમા કુરેશી, સંગીતા બીજલાણી, તબ્બુ, ઉર્વશી રાઉતેલા, ડેઝી શાહ, બોબિ દેઓલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ‘દબંગ-3’ ફિલ્મની સફળતા બદલ સલમાને સૌ પહેલાં સોનાક્ષી સિન્હા સહિતની સ્ટાર કાસ્ટને કેક ખવડાવી હતી.
સલમાને પિતા સલીમ ખાન સાથે કેક આપી હતી. બોલિવુડ કિંગ શાહરૂખ ખાન પણ પાર્ટીમાં સલમાનને વીશ કરવા આવ્યો હતો.કેટરિના કૈફ યલો કલરના ડ્રેસમાં સુદર લાગતી હતી.પાર્ટીમાં સલમાનની ગર્લફ્રેન્ડ લુલિયા વંતુર સેક્સી ડ્રેસમાં જોવા મળી હતી.હુમા કુરેશીએ ચમકતા જેકેટમાં એન્ટ્રી મારી હતી
પાર્ટીમાં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બીજલાણી અને અભિનેત્રી ડેઝી શાહ હાજર રહી હતી. પિંક કલરના ડ્રેસમાં અભિનેત્રી તબ્બુ સોહામણી લાગી હતી. દબંગ-3માં સલમાનની કો-કાસ્ટ સાંઈ માંજરેકરની પાર્ટીમાં આવી હતી. એલી અવરામ અને મંદાના કરીમીએ આગવો પોઝ આપ્યો હતો. સલીમ શાકીબ અને આદિત્ય રોય કપૂર પણ આવ્યા હતા. અનુપ સોની પત્ની જુહી તેમજ પુલકિત સમ્રાટ તેની પ્રેમિકા કીર્તિ ખરબંદા સાથે આવ્યો હતો. શોર્ટ પિંક ડ્રેસમાં ઉર્વશી રાઉતેલાએ ફ્લાઈંગ કીસ આપી હતી.
સલમાન ખાનના પિતા સલમાન ખાન અને સાવકી માતા હેલન પણ પુત્રની પાર્ટીમાં આવ્યા હતા. અરબાઝ-મલાઇકાનો પુત્ર અરહાન તેમજ સોહેલ-સીમાનો પુત્ર નિર્વાણ પાર્ટીમાં આવ્યા હતા. સમીર સોની પત્ની નીલમ અને તુષાર ભાઈજાનની પાર્ટીમાં હાજર રહ્યા હતા.વિદ્યા બાલન પતિ સિધ્ધાર્થ રોય કપૂર સાથે આવી હતી.
Bhai તમે જીવો હજારો સાલ
nice
hiii supar