Friday, April 12, 2024
Google search engine
HomeGujaratપોલીસે Accessનું ચેકિંગ કર્યું તો આગળના ભાગ અને ડેકીમાંથી એક પછી એક...

પોલીસે Accessનું ચેકિંગ કર્યું તો આગળના ભાગ અને ડેકીમાંથી એક પછી એક 90 નંગ બોટલ નીકળી

ગાંધીનગરના ચંદ્રાલા આગમન હોટલ પાસેથી વાહન ચેકીંગ દરમિયાન સામાન્ય લાગતા એકસેસ મોપેડની ડેકી – આગળના ભાગને મોડીફાય કરી ચોર ખાનું બનાવી વિદેશી દારૂની 90 નંગ બોટલો સંતાડીને હેરફેર કરતા બુટલેગરને ચીલોડા પોલીસે ઝડપી લઈ કુલ રૂ. 42 હજારનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગરમાં તહેવારો દરમિયાન વિદેશી દારૂની હેરફેર માટે બુટલેગરો અવનવા પેતરા અજમાવીને પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરતા હોય છે. બે દિવસ પહેલા લોકલ ક્રાઇમ બ્રાંચે બંધ ટી સ્ટોલનાં કેબીન માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ લિસ્ટેડ બુટલેગર સહિત ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.

ચીલોડા પોલીસનો સ્ટાફ ચંદ્રાલા આગમન હોટલ પાસે વાહન ચેકીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એક યુવાન એકસેસ મોપેડ પર શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હતો. જેને શંકાના આધારે પોલીસે અટકાવી પોલીસે પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ દિનેશકુમાર રામા પન્ના લાલ મીણાં (રહે. ઉદેપુર રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.

પોતાની ઓળખ આપતી વેળા તેને પસીનો છૂટી જતાં પોલીસને કાંઈ ગડબડ હોવાની દૃઢ શંકા ઉપજી હતી. જેનાં પગલે તેના મોપેડની તલાશી લીધી હતી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ તેમાંથી કાંઈ નજર આવ્યું ન હતું. જેથી પોલીસે મોપેડની ડેકી આખી ખોલી નાખી હતી. જેની નીચે ચોર ખાનું બનાવીને ગોઠવેલી વિદેશી દારૂની બોટલો જોઈ પોલીસ ચોકી ઊઠી હતી.

બાદમાં પોલીસે મોપેડની આગળનો ભાગ પણ ખોલી દીધો હતો જેમાં પણ દારૂની બોટલો સંતાડેલ હાલતમાં મળી આવી હતી. જેનાં પગલે પોલીસે દિનેશકુમાર ની ધરપકડ કરી કુલ 90 નંગ દારૃની બોટલ, મોબાઈલ ફોન તેમજ મોપેડ મળી કુલ રૂ. 42 હજાર 350 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! ? ? into this cosmic journey of imagination and let your mind soar! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

  2. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Dive into this exciting adventure of imagination and let your imagination roam! ✨ Don’t just read, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the worlds of endless wonder! ✨

  3. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! ? ? into this exciting adventure of imagination and let your mind roam! ? Don’t just explore, experience the thrill! ? ? will thank you for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page