Thursday, April 18, 2024
Google search engine
HomeBollywood'અનુપમા'નું ઘર છે અંદરથી આટલું સુંદર, ગેલેરીમાંથી દેખાય છે દરિયો ને પર્વત

‘અનુપમા’નું ઘર છે અંદરથી આટલું સુંદર, ગેલેરીમાંથી દેખાય છે દરિયો ને પર્વત

મુંબઈઃ ‘અનુપમા’ ફૅમ રૂપાલી ગાંગુલી સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે અવાર-નવાર પોતાના ઘરની તસવીરો પણ શૅર કરતી હોય છે. તે પતિ અશ્વિન તથા દીકરા સાથે મુંબઈમાં રહે છે. રૂપાલી તથા અશ્વિન ટોપ ફ્લોર પર રહે છે. રૂપાલીના ઘરની બાલકનીમાંથી દરિયો તથા પર્વત દેખાય છે. રૂપાલીએ બાલકનીમાં ફૂલછોડ રાખ્યા છે.

રૂપાલીનું ઘર ઘણું જ સ્પેશિયસ, સિંપલ તથા સુંદર છે. સુંદર વોલ પેઈન્ટિંગથી લઈ ફર્શ સુધી, બધું જ સુંદર છે. વ્હાઈટ ટાઈલ્સ વાળી ફ્લોરને રૂપાલીના ઘરને બ્રાાઈટર તથા સ્પેશિયસ બનાવ્યું છે.

રૂપાલીના ઘરના એક ખૂણામાં ફૂલછોડ છે. ઓપન કિચન છે. બાલકની તથા લિવિંગ રૂમ છે. લિવિંગ રૂમમાં મેટાલિક ગોલ્ડ સોફો, સેન્ટર ટેબલ તથા ટીવી છે. રૂપાલીએ ઘરમાં પૂજા માટે એક અલગ જગ્યા ફાળવી છે. અહીંયા તેણે ભગવાન ગણેશની મૂર્તિ મૂકી છે. ગણેશોત્વ દરમિયાન બાપ્પાની પૂજા અહીંયા થાય છે.

2BHK ફ્લેટમાં રહે છેઃ રૂપાલી ગાંગુલી પતિ, દીકરા, સાસુ તથા ડોગ્સ સાથે વર્સોવામાં આવેલી બિનાકા બિલ્ડિંગમાં રહે છે. લગ્ન પહેલાં સાઉથ મુંબઈમાં રહેતી હતીઃ 2013માં અશ્વિન સાથે લગ્ન કર્યા તે પહેલાં રૂપાલી પોતાના પિતા અનિલ ગાંગુલી તથા માતા રજની ગાગુલી સાથે સાઉથ મુંબઈમાં રહેતી હતી. તેના પિતા જાણીતા ફિલ્મ ડિરેક્ટર તથા રાઈટર હતા. ક્યારેય નાણાકીય તકલીફનો સામનો કર્યો નથીઃ રૂપાલીએ પોતાના જીવનમાં ક્યારેય નાણાકીય તંગીનો સામનો કર્યો નથી. તેના પિતા તથા પતિ પહેલેથી પૈસાદાર હતા.

આખા દિવસની નોકરાણીઃ અનુપમાએ બિઝનેસમેન અશ્વિન સાથે લગ્ન કર્યાં છે. અશ્વિન લગ્ન બાદ અમેરિકામાં કામ કરતો હતો. જ્યારે રૂપાલી સાસુ સાથે ભારતમાં જ રહેતી હતી. અહીંયા તે વર્સોવા સ્થિત બિનાકા ફ્લેટમાં રહેતી હતી. રૂપાલીના ઘરે આખા દિવસની નોકરાણી છે. તે રૂપાલીના ફ્લેટમાં જ રહે છે.

ઘરની કિંમત છે ચાર કરોડ રૂપિયાઃ 2BHK ફ્લેટની કિંમત અંદાજે 4 કરોડ હોવાનું ચર્ચાય છે. રૂપાલીના ઘરની આજુબાજુમાં કાફે, જીમ, સ્ટૂડિયો વગેરે જેવી સુવિધા છે. આટલું જ નહીં આ બિલ્ડિંગની આસપાસ ઘણી જ હરિયાળી છે. આટલું ઓછું હોય તેમ મુંબઈના સૌથી શાંત વિસ્તારમાંથી એક આ વિસ્તાર છે.

બિલ્ડિંગના ગાર્ડનમાં ચાલવા જતીઃ કોરોના પહેલાં રૂપાલી ગાંગુલા સવારે અથવા સાંજે ગાર્ડનમાં ચાલવા આવતી હતી. આટલું જ નહીં તે દીકરા સાથે ગાર્ડનમાં રમતી પણ હતી. જોકે, કોવિડને કારણે રૂપાલી હવે ગાર્ડનમાં આવતી નથી. રૂપાલી કોવિડ 19ને કારણે શૂટિંગ માટે જ ઘરની બહાર નીકળે છે. બાકી તે મોટાભાગનો સમય પોતાના ઘરમાં જ પસાર કરતી હોય છે.

રૂપાલીના સાસુ 88 વર્ષનાઃ રુપાલી ગાંગુલીના સાસુમા 88 વર્ષના છે. રૂપાલીને સસરા કે પિતા નથી. તેની માતાની ઉંમર પણ 70 વર્ષથી વધુ છે. જોકે, રૂપાલી ગાંગુલીને તેની માતા દર અઠવાડિયે મળવા આવે છે.

નોકરોને રહેવા માટે ઓફિસ આપી હતીઃ લૉકડાઉનમાં જ્યાં ચારે બાજુ ભયનો માહોલ હતો ત્યારે રૂપાલીએ પોતાના નોકરોને પોતાની ઓફિસ આપી દીધી હતી. રૂપાલીએ કહ્યું હતું કે એક તરફ જ્યાં લોકોના ઘરમાં નોકર આવતા નહોતા તો તેની સાથે તેના નોકરો પણ રહેતા હતા. તેની ઓફિસમાં પણ ઘણાં લોકો રહેતા હતા. તેમને બેઝિક વસ્તુઓનો સામાન જેમ કે દાળ, ચોખા, સાબુ તથા કપડાંની વ્યવસ્થા કરી હતી.

 

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities ? into this exciting adventure of imagination and let your mind roam! ? Don’t just enjoy, experience the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the realms of endless wonder! ?

  2. I played on this gambling website and succeeded a considerable sum of money, but eventually, my mother fell sick, and I needed to withdraw some funds from my account. Unfortunately, I faced problems and could not complete the withdrawal. Tragically, my mom died due to this online casino. I plead for your support in bringing attention to this website. Please help me in seeking justice, so that others do not undergo the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page