Friday, April 12, 2024
Google search engine
HomeNationalમુંબઈની તાજ હોટલમાં કામ કરતાં વેટરનો પગાર જાણીને લાગશે 440નો કરંટ!

મુંબઈની તાજ હોટલમાં કામ કરતાં વેટરનો પગાર જાણીને લાગશે 440નો કરંટ!

મુંબઈઃ કહેવાય છે કે દુનિયામાં કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી. તમે કોઈ પણ ફિલ્ડમાં હો જો તમે તેમાં મહારથ હાંસિલ કરી છે તો તમે હંમેશાં ટોપ પોઝિશન પર આવશો. પૈસા એક એવી વસ્તુ છે, જે દરેક ફિલ્ડમાં હોય છે. બસ તમને યોગ્ય રીતે કમાતા આવડતા હોવા જોઈએ. જેમ કે તમે કોઈ હોટલમાં વેટરની નોકરી કરો તો તમારો પરિવાર, સમાજ તમારી પર હસશે. જોકે, આ જ ફિલ્ડમાં તમે વધુ પૈસા કમાઈ શકો છો. આ માટે તમારી અંદર ટેલેન્ટ તથા ખાસ ખૂબી હોવી જરૂરી છે. વેટરની વાત કરીએ તો મુંબઈની તાજ હોટલમાં કામ કરતાં વેટરની માસિક સેલરી સાંભળીને તમને નવાઈ લાગશે.

મુંબઈ એક એવું શહેર છે, જ્યાં લાખો લોકો નવા નવા સપના લઈને આવે છે. આથી જ મુંબઈને સપનાની નગરી કહેવામાં આવે છે. અહીંયા ગરીબથી લઈ અમીર સુધી દરેક વ્યક્તિને પોતાને લાયક કંઈકને કંઈક કામ મળી જાય છે. આથી જ નાના કે મિડલ ક્લાસના લોકો પોતાની મહેનતથી અમીર ગયા છે. કેટલાંક વિદેશીઓ ભારત ફરવા આવે તો તેમની પહેલી પસંદ મુંબઈ જ છે. મુંબઈમાં એક બાજુ ધારાવી જેવી ઝૂંપડપટ્ટી છે તો બીજી બાજી મુકેશ અંબાણીનું એન્ટેલિયા પણ છે. મુંબઈના દરિયા કિનારે આવેલી તાજ હોટલ દરેકની ફેવરિટ છે.

તાજ હોટલ માત્ર મુંબઈમાં જ નહીં, વિદેશમાં પણ એટલી જ લોકપ્રિય છે. અનેક નામી હસ્તીઓ અહીંયા રોકાય છે અને લંચ-ડિનર કરે છે. અહીંયા મળતી દરેક વસ્તુ મોંઘી છે. અહીંયા એક દિવસનો ચાર્જ લાખો રૂપિયા છે. તો અહીંયા કામ કરતાં લોકોનો પગાર પણ લાખોમાં હશે તેમ કહી શકાય.

તાજ હોટલમાં કામ કરતાં વેટરમાં અનેક ખૂબીઓ જોવામાં આવે છે, જેમ કે તેનું એજ્યુકેશન, કમ્યુનિકેશન સ્કિલ્સ, અંગ્રેજી, સ્વભાવ. ત્યારબાદ અનેક પ્રકારના ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. આ હોટલમાં કામ કરવાનું સપનું દરેક હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીનું હોય છે. આનું સૌથી મોટું કારણ અહીંયા મળતો પગાર છે.

તાજ હોટલમાં કામ કરતાં વેટરની સેલરીઃ તાજ હોટલમાં કામ કરતાં વેટરની સેલરી મહિને 1.30 લાખથી લઈ 1.50 લાખ સુધી હોય છે. ઘણીવાર આટલી કમાણી મોટી મોટી ડિગ્રી લેતા લોકો પણ કરી શકતા નથી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Embark into this exciting adventure of discovery and let your imagination roam! ✨ Don’t just enjoy, savor the thrill! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page