Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratપિતા 40 વર્ષથી રોડ પર લારીમાં રોટલા વેચતા હતા, દીકરી ભણીને બન્યો...

પિતા 40 વર્ષથી રોડ પર લારીમાં રોટલા વેચતા હતા, દીકરી ભણીને બન્યો ક્લાર-2 અધિકારી

કચ્છમાં 40 વર્ષથી એક સામાન્ય લારી પર બાજરાના રોટલા વેચતા કાકાના પુત્રએ જીપીએસસીની પરીક્ષામાં 208મું નંબર મેળવી સ્ટેટ ટેક્સ ઓફિસર બન્યો છે. ભુજના હોસ્પિટલ રોડ પાસે રામક્રૃષ્ણ કોલોનીમાં રહેતા 25 વર્ષીય યુવકે રાજયભરમાં 206મું નંબર મેળવી 25 વર્ષની ઉમરે વર્ગ-2 અધિકારી બની શ્રમજીવી પરીવારનું નામ રોશન કર્યું હતું. મુળ રાજસ્થાન છોટુરામ યાદવના પુત્ર નીતીનભાઇ છેલ્લા ચાર દાયકાથી શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સામે બાજરાનો રોટલો અને મગનું શાક વેચવા માટે લારી લગાવે છે.

નીતીનભાઇનો પુત્ર વિવેક યાદવ 25 વર્ષની ઉંમરે જીપીએસસીની પરીક્ષા આપી રાજયભરમાં 206મું નંબર મેળવ્યું છે. જે શ્રમજીવી પરીવારને કયારે ટેક્સ અંગે કોઇ માહિતી નથી, મોટો પુત્ર સામાન્ય નોકરી અને પિતા બાજરાના રોટલા વેચી જીવન નિર્વાહ કરે છે તે પરિવારનો પુત્ર સ્ટેટ ટેક્સ ઓફિસર બનતા પરિજનો અને સબંધીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પિતાની હૈયાધારણા અને ભાઇના સપોર્ટથી પુત્ર વિવક છેલ્લા બે વર્ષથી જી.પી.એસ.સી.ની તૈયારી કરતો હતો અને અંતે તેણે વર્ગ-2 અધિકારી બન્યો હતો.

પરીક્ષાની તૈયારી શરૂ કરી તે પહેલા વિવેક એક વર્ષ કલાર્ક અને બે-ત્રણ માસ મેડીકલ સ્ટોરમાં હેલ્પર તરીકે પણ નોકરી કરી હતી. સામાન્ય પરીવારમાંથી આવતા યુવકે રાજયભરમાં 206મું નંબર મેળવી પરીવારનું નામ રોશન કર્યું હતું.

ભુજની શાળામાંથી ભણતર શરૂ કર્યું
​​​​​​​વર્ગ-2 અધિકારીમાં સમાવેશ થયો છે એ યુવક વિવેક ભુજથી જ ભણતરની શરૂઆત કરી હતી. હોસ્પિટલ રોડ મધ્યે આવેલી ભુજ ઇંગ્લીશ સ્કુલમાં ધોરણ એકથી અગિયાર સુધી અભ્યાસ કર્યો હતો. બાદમાં 12મું ધોરણ આલ્ફ્રેડમાંથી એક્સર્ટનલ કર્યું હતું. 2013થી 2017 સુધી કચ્છ યુનિવર્સિટી મધ્યે બી.એ.માં એક્સર્ટનલ અભ્યાસક્રમ કર્યું હતું. બાદમાં યુવકે પરિવારને મદદ કરવા માટે બે-ત્રણ માસ મેડીકલમાં હેલ્પર તરીકે નોકરી કરી હતી, બાદમાં સરકારી કચેરીમાં કલાર્ક તરીકે નોકરી કરી હતી. તો એક વર્ષ મિલિટરી એન્જિનિયર સર્વિસ (એમ.ઇ.એસ.)માં આઉટ સોર્સિંગ મારફતે કોન્ટ્રાકટ પર કલાર્ક તરીકે નોકરી હતી. જો કે, જી.પી.એસ.સી.ની તૈયારી કરવાની ઇચ્છા દર્શાવતા મોટાભાઇએ તેને હૈયાધારણા આપી નોકરી મુકી દેવાની સલાહ આપી હતી. 2019માં તમામ નોકરી મુકી તૈયારી શરૂ કરી અને સફળતા મેળવી હતી.

શરીરમાં લોહીની ઉણપ હોવાથી બે વર્ષ બેડ રેસ્ટ લીધો
વિવેક યાદવ સાથે વાત કરતા તેમણે ખુશી સાથે જણાવ્યું હતું કે, પિતા અને પરિવારના સપોર્ટથી તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. વિવેકને હિમોફિલિયા રોગ છે, શરીરમાં લોહિની ઉણપ છે. આ રોગને કારણે શરીરમાં કયાંક પણ ઇજા થાય તો લોહી બંધ થાય નહીં, જેથી પોતે બે વર્ષ સુધી બેડ રેસ્ટ લીધો હતો. 2015 અને 2016માં હિમોફિલિયા રોગને કારણે તેણે બેડરેસ્ટ લઇ એક્સર્ટનલ અભ્યાસ કર્યો હતો. જી.પી. એસ.સી. પરીક્ષામાં તેણે ગુજરાતમાં 206મું રેન્ક મેળવ્યું છે અને 1000માંથી 419.25 ગુણ મેળવ્યા છે.

મોટાભાઈએ પરિવારના સપોર્ટ માટે નોકરી શરૂ કરી
વિવેક યાદવ એમ.ઇ.એસ.માં આઊટ સોર્સિંગ મારફતે કલાર્કની નોકરી કરતો હતો, જો કે જીપીએસસી પરીક્ષાની તૈયારી કરવાની હોવાથી મોટા ભાઈએ તેને આ નોકરી મુકાવી દીધી હતી. જો કે પરિવારને સ્પોર્ટ મળી રહે તે માટે મોટાભાઈએ પોતે નોકરી શોધી કામ કરવાનું શરુ કર્યું હતું.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated on this gambling website and succeeded a considerable cash, but later, my mom fell ill, and I needed to take out some money from my casino account. Unfortunately, I experienced issues and could not withdraw the funds. Tragically, my mother passed away due to such gambling platform. I plead for your help in bringing attention to this site. Please assist me in seeking justice, so that others won’t have to face the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  2. I played on this gambling site and earned a significant pile of earnings. However, afterward, my mother fell gravely sick, and I required to take out some money from my casino balance. Unfortunately, I faced problems and was unable to finalize the cashout. Tragically, my mom passed away due to such online casino. I kindly plead for your help in reporting this concern with the online casino. Please assist me in seeking justice, to ensure others do not endure the hardship I’m facing today, and avert them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page