Friday, April 19, 2024
Google search engine
HomeFeature Rightપાકિસ્તાન નહીં સુધરે! Live ડિબેટમાં મારામારી, એકબીજાને લગાવ્યા જોરદાર મુક્કા

પાકિસ્તાન નહીં સુધરે! Live ડિબેટમાં મારામારી, એકબીજાને લગાવ્યા જોરદાર મુક્કા

ઈસ્લામાબાદ: પાકિસ્તાની રિપોર્ટરોના અજીબોગરીબ મામલા સામે આવતાં રહેતા હોય છે. ક્યારેક ગધેડા પર બેસીને રિપોર્ટિંગ તો ક્યારેક ગાય-ભેંસોની બાઈટ લેવાનો પ્રયત્ન કરતાં પાકિસ્તાની પત્રકારોના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા તમે જોયા હશે. હવે નવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પાકિસ્તાની ન્યૂઝ ચેનલનો ડિબેટ શો કુશ્તીનું મેદાન બની ગયો હતો. લાઈવ શોમાં ચાલી રહેલી દલીલો મારપીટ સુધી પહોચી ગઈ હતી.

આ ઘટનામાં એક તરફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-પાકિસ્તાનના મસરૂર અલી સિયાલ તો બીજી તરફ કરાચી પ્રેસ ક્લબના અધ્યક્ષ ઇમ્તિયાઝ ખાન હતા. ‘ન્યૂઝ લાઈન વીથ આફતાબ મુગેરી શો’માં આ બંને એક અન્ય ગેસ્ટ સાથે પેનલિસ્ટ તરીકે પહોંચ્યા હતા. શો દરમિયાન સામ-સામે થયેલી દલીલોએ મારપીટનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને મહેમાનોએ એક-બીજા સાથે જોરદાર મારપીટ કરી હતી.

એક પાકિસ્તાની પત્રકારે આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો. આ પત્રકારે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે ‘શું આ જ છે નવું પાકિસ્તાન’. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તહરીક-એ-પાકિસ્તાનના મસરૂર અલી સિયાલે વાતચીત દરમિયાન ઇમ્તિયાઝ ખાન પર હુમલો કર્યો હતો. બંને વચ્ચેની લડાઈ જોઈ સ્ટુડિયોમાં હાજર અન્ય લોકોએ વચ્ચે પાડી મામલો શાંત પાડ્યો હતો. ઇમ્તિયાઝ ખાન બહાર નીકળી ગયા હતા અને તેમણે મસરૂર અલી સિયાલ સામે ફરિયાદની ધમકી આપી હતી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! ? Dive into this cosmic journey of imagination and let your imagination fly! ? Don’t just read, experience the excitement! ? ? will thank you for this exciting journey through the realms of discovery! ?

  2. I played on this online casino site and won a considerable cash, but eventually, my mother fell sick, and I required to cash out some money from my account. Unfortunately, I faced problems and could not withdraw the funds. Tragically, my mother passed away due to the online casino. I request for your support in lodging a complaint against this site. Please help me in seeking justice, so that others do not face the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page