Monday, April 15, 2024
Google search engine
HomeGujaratઆ કહાની બોલિવૂડની કોઈ ઈમોશનલ બ્લોકબસ્ટરથી કમ નથી

આ કહાની બોલિવૂડની કોઈ ઈમોશનલ બ્લોકબસ્ટરથી કમ નથી

આ કહાની જાણે બોલિવૂડની કોઈ ઈમોશનલ બ્લોકબસ્ટરથી કમ નથી જેમાં નિયતિ પાત્રોને એક સુખી અંત તરફ લઇ જાય છે. આ કહાની એક દાયકાથી વધુ સમયથી અલગ રહેતા એક કેરાલાઇટ પરિવાર વિશે છે, આખરે પિતાની ઓપન બાયપાસ સર્જરીથી દરેકના દિલ પીગળી ગયા અને બધા ફરી ભેગા થયા.

59 વર્ષીય પાયસ વિલીયાકટીલ ,પંદર દિવસ પહેલા દુબઈથી, અમદાવાદ શહેર સ્થિત સીમ્સ હોસ્પિટલમાં હ્રદયની બિમારીની સારવાર માટે એકલા આવ્યા હતા. તેમને ઇમરજન્સીમાં ઓપરેશન કરાવવું પડે એવું હતું જેથી તે પોતાના વ્યવસાયને સંભાળવા માટે કામ પર પાછા જઈ શકે. નિદાન કરવા પર ખબર પડી હતી કે તેમની ત્રણ ધમનીઓ બ્લોક હતી અને તાત્કાલિક ઓપન હાર્ટ સર્જરીની જરૂર હતી.

“પાયસ સાથે કોઈ પણન હોવાથી, અમે તેમને કહ્યું કે તેમના કોઈ સંબંધીને અમારી સાથે વાત કરાવા કહ્યું કે જેથી અમે તેમને સારા ઈલાજ માટે ઓપન-હાર્ટ બાયપાસ સર્જરી કરાવા માટે મનાવી શકીએ.”સીમ્સ હોસ્પિટલ-અમદાવાદના સિનિયર કાર્ડિયાક સર્જન, ડો.ધવલ નાયકે જણાવ્યું હતું.

ઘણા કાઉન્સેલીંગ સેશન કર્યા પછી પાયસે કેન્યા સ્થિત તેમની પત્નીનો નંબર શેર કર્યો, ત્યારે છેલ્લા દસ વર્ષથી તેમના તણાવગ્રસ્ત પારિવારિક સંબંધો વિશે અમને સ્પષ્ટ થયું. પાયસની પત્ની અને બે પુખ્ત બાળકો અલગ રહેતા હતા જ્યારે તે પોતે દુબઈમાં કામ માટે સ્થાયી થયા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટને એ પણ ખબર પડી કે વૈશ્વિક કોરોના લોકડાઉને તેમના તૂટેલા સંબંધોને વધુ કડવા કરી દીધા હતા અને દરેકને એકબીજાથી અલગ કરી દીધા હતા.

પાયસની સ્થિતિને સમજીને તેમની પત્નીએ તેમને વધુ સારા ઇલાજ માટે ઓપન બાયપાસ સર્જરી કરાવવા માટે મનાવી લીધા. સફળ બાયપાસ સર્જરી પછી પાયસે તેમની પત્ની અને પુત્રી સાથે વીડિયો કોલથી વાત કરી હતી. ઘણા વર્ષો પછી તેમના પિતાને જોતા, પુત્રી પિતાના સ્વાસ્થ્ય વિશે ચિંતિત થઈ અને મુંબઈથી અહીં સીમ્સ હોસ્પિટલમાં તેમની મુલાકાત લેવાનું નક્કી કર્યું. તેણીની માતા પણ કેન્યાથી પાયસને જોવા આવી હતી .

કેન્યામાં પાયલોટ તરીકે ફરજ બજાવતા પાયસના પુત્રને પણ તેના પિતાની સ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી. “શરૂઆતમાં તે તેના પિતા સાથે મન-મેળ કરવા માટે તૈયાર ન હતો પરંતુ છેવટે માની ગયો હતો.” ડો. નાયકે કહ્યું. પાયસે તેની પત્ની અને પુત્રીની હાજરીમાં સારી રીતે સ્વસ્થ થયા હતા અને તે ત્રણેય ભેગા બુધવારે તેમની વૃદ્ધ માતા સાથે રહેવા માટે કેરળ ગયા હતા. આ એક અદભુત પારિવારિક મિલન લાગતું હતું. પાયસનો પુત્ર પછીથી (પાછળથી) પરિવાર સાથે જોડાશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I played on this casino website and secured a significant sum of earnings. However, later on, my mother fell seriously ill, and I wanted to cash out some money from my casino balance. Unfortunately, I faced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to this online casino. I earnestly request your assistance in reporting this issue with the online casino. Please help me to obtain justice, to ensure others do not face the pain I’m facing today, and stop them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page