Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightછેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ

છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ

મહેસાણા: હવામાન વિભાગની આગાહી વચ્ચે અને ‘વાયુ’ વાવાઝોડાની અસરને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ મન મુકીને વરસ્યો હતો. જેમાં વિજાપુરમાં 4.5 ઈંચ વરસાદ, હિંમતનગરમાં 4 ઈંચ અને મહેસાણા-પાટણમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં સરેરાસ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વિજાપુરમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. હિંમતનગરમાં 4 ઈંચ, મહેસાણા, પાટણ, ઈડર અને વિજયનગરમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાતં કડી, મોડાસા, મેઘરજ, ભિલોડા, પ્રાંતિજ અને પોશીનામાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ધમાકેદાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ ચકુડિયા-વિરાટનગરમાં 3 ઈંચ અને સરખેજમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે દૂધેશ્વર, મેમ્કો, નરોડા, દાણાપીઠ, ચાંદખેડા, બોડકદેવ, ઓઢવ, પાલડી અને ઉસ્માનપુરામાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત મણિનગરમાં 1.75 ઈંચ, ગોતામાં 1.5 ઈંચ અને રાણીપમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! ? Dive into this cosmic journey of knowledge and let your mind soar! ✨ Don’t just enjoy, savor the excitement! ? Your mind will be grateful for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page