Friday, April 19, 2024
Google search engine
HomeNationalએક પરિવારે ગાયનું કર્યું શ્રીમંત, નજીકના મહેમાનોને ઘરે બોલાવી અવસરની કરી ઉજવણી

એક પરિવારે ગાયનું કર્યું શ્રીમંત, નજીકના મહેમાનોને ઘરે બોલાવી અવસરની કરી ઉજવણી

પ્રાણીને પ્રેમ કરતાં ઘણાં લોકોને તમે જોયા હશે, પણ અમુક જ લોકો એવા હોય છે જે પ્રાણીને પોતાના પરિવારના સભ્ય માનતાં હોય છે અને તેની સારસંભાળ પોતાના બાળકની જેમ રાખે છે. આવો જ એક કિસ્સો આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક પરિવાર ગાયને પોતાની દીકરીની જેમ રાખે છે અને તેના વાછરડાને પણ સગા દીકરા જેવો પ્રેમ કરે છે. આ પરિવારનો પ્રેમ જોઈ દરેકને એવું લાગે છે કે, આ તેમના ખુદનું સંતાન છે.

મછલીપટ્નમમાં રહેતાં આ પરિવારે પહેલાં પોતાની ગાય ગર્ભવતી થતા તેના શ્રીમંતનું આયોજન કર્યું હતું. હવે વાછરડાનો જન્મ થયાં પછી પોતાના પરિવારના બાળકો જેમ તેના પણ નામકરણના સમારોહનું આયોજન કર્યું છે.

આ સાથે જ આસપાસના લોકોને આમંત્રિત કરી તેમના આ ખાસ અવસર પર જમાડ્યા પણ હતાં. કોઈ ગાયના શ્રીમંત અને તેના વાછરડાના નામકરણ સમારોહ રાખવાનું સાંભળી લોકોને ખૂબ જ વિચિત્ર લાગચું હતું. પણ પોતાની ગાયને ખૂબ જ પ્રેમ કરનારા આ પરિવારને લોકોની વાતોથી કોઈ ફેર પડતો નથી.

આ અનોખા નામકરણ સમારોહનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પરિવારે વાછરડાને હિંચકામાં બેસાડ્યો છે અને તેને ખૂબ જ પ્રેમથી કોઈ માણસના બાળકની જેમ હીંચકા ખવડાવ્યા હતાં. આ ખાસ વાછરડાનો જન્મ એક મહિના પહેલાં થયો હતો.

તેલુગુ રીતિ-રિવાજ મુજબ, એક મહિનાની અંદર બાળકોને હીંચકામાં બેસાડી તેનું નામકરણ કરવામાં આવે છે અને આ રીતે જ વાછરડાંને ઝૂલામાં બેસાડવામાં આવ્યો હતો. વીડિયોમાં વાછરડું પણ કોઈ બાળકની જેમ મજા લઈને ખુદને પ્રેમ કરતો જોવા મળે છે. સમારોહમાં સામેલ દરેક લોકો પણ તેને જોઈને ખુશ હતાં.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits ? into this thrilling experience of discovery and let your imagination roam! ? Don’t just read, savor the excitement! ? Your mind will be grateful for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page