|

હેલ્મેટ પહેર્યાં વગર હવે બાઈક ચલાવી તો ખેર નથી, જાણો કેટલાં રૂપિયાનો ભરવો પડશે દંડ?

નવી દિલ્હીઃ દેશમાં દર વર્ષે દોઢ લાખ લોકો રોડ અકસ્માતમાં મોતને ભેટે છે. ટ્રાફિક નિયમો હોવા છતાંય લોકો પાલન કરતાં નથી. જેને કારણે મોત અથવા કાયમી વિકલાંગતા આવે છે. ટ્રાફિકના નિયમોનું કડક રીતે પાલન થાય તે માટે મોટર વ્હીકલ એક્ટર 1988માં ફેરફાર કરવામાં આવ્યો છે અને નવું બિલ 2019માં લોકસભામાં પાસ કરવામાં આવ્યું છે. આ બિલ એપ્રિલ 2017માં લોકસભામાં પાસ થયું હતું પરંતુ રાજ્યસભામાં પાસ નહોતું થયું. હવે પાસ થઈ ગયું છે.

નવા કાયદા પ્રમાણે, નવા માપદંડ કરતાં ઓછું એન્જીન બનાવનાર કાર કે ટુ વ્હીલર કંપીને 500 કરોડ સુધીનો દંડ છે. ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે અથવા વ્હીકલના રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ ફરજીયાત છે.

જાણીએ કયો નિયમ તોડવાથી કેટલો દંડ થશે?
ટ્રાફિક નિયમ તોડવા પર પહેલાં 100 રૂ.નો દંડ થતો હતો, હવે 500નો થશે

વગર ટિકિટે મુસાફરી કરવા પર પહેલાં 200નો હવે 500નો દંડ થશે

ટ્રાફિક વિભાગના અધિકારીઓના આદેશ ના માનવા પર પહેલાં 500નો દંડ થતો હતો. હવે સીધો 2000નો થશે.

લાઈસન્સ વગર દ્વિચક્રી વાહન ચલાવવા પર પહેલાં 1000નો દંડ થતો હતો અને હવે 5000નો થશે

વગર લાઈસન્સે ફોર વ્હીલર ચલાવવા પર પહેલાં 500નો દંડ હતો હવે 5000નો થશે.

યોગ્યતા વગર ગાડી ચલાવવા પર પહેલાં 500નો દંડ હતો હવે 10 હજાર રૂપિયાનો દંડ થશે

ઓવરસાઈઝ વાહન ચલાવવા પર 5000નો દંડ થશે. આ નવો નિયમ છે.

નિયત માત્રા કરતાં વધુ સ્પીડમાં ગાડી ચલાવવા પર પહેલાં 400નો દંડ થતો હતો. હવે હળવા વજનની ગાડીઓ પર 1000 અને મધ્યમ વજનની ગાડીઓ પર 2000નો દંડ થશે

ખતરનાક રીતે ગાડી ચલાવતા પહેલાં 1000નો દંડ થતો હતો, હવે 5000નો દંડ થશે

દારૂ પીને ગાડી ચલાવવા માટે પહેલાં 2000નો દંડ થતો હતો. હવે પાંચ ગણો વધીને 10 હજાર કરવામાં આવ્યો છે.

રસ્તા પર રેસ લગાવવા પર પહેલાં 500નો હતો, હવે પાંચ હજારનો દંડ થશે

ઓવરલોડિંગ કરવા પર પહેલાં 2000 તથા 1000 રૂ. પ્રતિ ટનના હિસાબે દંડ થતો હતો. સરકારે વધારીને 20 હજાર તથા 2000 પ્રતિ ટન કર્યો છે.

પેસેન્જર વાહનમાં ઓવરલોડિંગ કરવા પર પ્રત્યેક પ્રવાસી પર 1000નો દંડ થશે

સીટ બેલ્ડ ના પહેરવા પર પહેલાં 100નો દંડ થતો હતો, હવે 1000નો થશે

દ્વી ચક્રી વાહન પર ઓવરલોડિંગ કરવા પર 100નો દંડ થતો હતો, તેને વધારીને 2000 કરવામાં આવ્યો છે અને આ સાથે જ ત્રણ મહિના સુધા લાઈસન્સ રદ્દ કરવાની જોગવાઈ

એબ્યુલન્સ જેવી ગાડીઓને રસ્તો ના આપવા પર પહેલી જ વાર 10000 દંડની જોગવાઈ કરવામાં આવી છે

ઈન્સ્યોરન્સ વગર ગાડી ચલાવવા પર પહેલાં 1000નો દંડ હતો, હવે 2000નો

હિટ એન્ડ રન કેસમાં સરકાર 2 લાખ અથવા તેનાથી વધુ રકમ મૃતકના પરિવારને આપશે. પહેલાં આ રકમ 25 હજાર હતી

ગાડી ચલાવતા સમયે મોબાઈલ પર વાત કરતા પકડાય તો 1000નો દંડ હતો, હવે પાંચ હજારનો દંડ ફટકારવામાં આવશે

હેલ્મેટ વગર ટૂ વ્હીલર ચલાવવા પર 1000નો દંડ તથા ત્રણ મહિના સુધી લાઈસન્સ જપ્ત કરવાની જોગવાઈ. પહેલાં આ દંડ માત્ર 100 રૂપિયા હતો

Similar Posts

Leave a Reply

Your email address will not be published.