Sunday, April 14, 2024
Google search engine
HomeFeature Rightભારતે શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું, રોહિત શર્માની સતત પાંચમી સદી

ભારતે શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું, રોહિત શર્માની સતત પાંચમી સદી

લંડન: ટીમ ઈન્ડિયાએ ર્લ્ડકપની પોતાની છેલ્લી લીગ મેચમાં શ્રીલંકાને 44મી ઓવરમાં સાત વિકેટ હરાવ્યું હતું. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતાં 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 264 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતે 43.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી સરળતાથી મેચ જીતી લીધી હતી.

ભારતની ઇનિંગમાં રોહિત અને રાહુલની સદી

રોહિત શર્મા વર્લ્ડકપના ઇતિહાસમાં કોઇ પણ એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારનાર દુનિયાનો સૌથી પહેલો બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન્ કુમાર સંગાકારાનો રિકોર્ડ તોડતાં આ સિદ્ધિ મેળવી છે. રોહિતે શ્રીલંકા સામે 94 બોલમાં 103 રનની ઈનિંગ રમી હતી. જેમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે. વન-ડે ક્રિકેટમાં રોહિત શર્માની આ 27મી સદી હતી. રોહિતને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરાયો હતો. તેણે વર્લ્ડકપની એક સિઝનમાં ચોથી વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે. રોહિતે યુવરાજસિંહની બરોબરી કરી લીધી છે. યુવીએ 2011ના વર્લ્ડકપમાં ચાર વખત મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો.

રાહિત ઉપરાંત કે એલ રાહુલે 111 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલી 34 અને હાર્દિક પંડ્યા 7 રન બનાવી અણનમ રહ્યા હતા. જ્યારે રિષભ પંતે 4 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી મલિંગા, રજિથા અને ઉડાનાને એક-એક વિકેટ મળી હતી .

શ્રીલંકા તરફથી એન્જલો મૈથ્યુઝની સદી

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત સાર નહોતી રહી. એક સમયે શ્રીલંકાની ટીમ 11.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 55 રન બનાવીને સંઘર્ષ કરી રહી હતી. ત્યાર બાદ થિરિમાને અને મૈથ્યુઝે ઈનિંગને સંભાળી હતી. બંને વચ્ચે 124 રનની ભાગીદારી થઈ હતી. મૈથ્યુઝે 113 રન અને થિરિમાનેએ 53 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કુશલ મેન્ડિસ 3, પરેરા 18, કરુણારત્ને 10, ફર્નાન્ડો 20, તિસારા પરેરા 2 રન બનાવીને આઉટ થયો હતો. ડિ સિલ્વા 29 અને ઉડાસા 1 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

બુમરાહની શાનદાર બોલિંગ, ત્રણ વિકેટ

ભારત તરફથી જસપ્રીત બુમરાહે 37 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકટે ઝડપી હતી.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Embark into this cosmic journey of imagination and let your thoughts fly! ✨ Don’t just enjoy, experience the excitement! ? Your mind will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

  2. I participated on this online casino platform and won a considerable sum of earnings. However, eventually, my mother fell seriously ill, and I needed to take out some money from my casino balance. Unfortunately, I experienced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to this casino site. I earnestly request your help in bringing attention to this situation with the online casino. Please assist me to obtain justice, to ensure others won’t have to endure the pain I’m facing today, and avert them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page