|

ભૂખી ગાયોને ભાંભરતી જોઈ પીગળી ગયું ખેડૂતનું દિલ, ઉભો પાક માલધારીઓને ધરી દીધો

અમદાવાદઃ હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે. આ વીડિયોમાં 8-10 દિવસથી ભૂખી 300 ગાયો ખેતરમાં બાજરીનો પાક ચરતી જોવા મળે છે. આ વીડિયોમાં માલધારીઓ ખેડૂતોનો આભાર માને છે. જેમણે પોતાના ખેતરો આ ભૂખી ગાયોને પોતાના પાકની પરવા કર્યાં વગર ચરવા દીધી હતી.

ખેડૂતની ચારેબાજુ પ્રશંસાઃ
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ આ ખેડૂતના વખાણ કરવામાં આવ્યા છે. આ વીડિયો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખોડા ગામનો છે. ખોડા ગામના ખેડૂત શિવાભાઈ ચૌધરીએ પોતાના ખેતરોમાં ગાયો ચરવા દીધી હતી. ત્રણ-ત્રણ દિવસ સુધી આ ભૂખી ગાયો તેમના ખેતરમાં રહી હતી. શિવાભાઈએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમના ગામમાંથી માલધારીઓ 300 ગાયો લઈને પસાર થતા હતાં અને આ ગાયો આઠ દિવસ સુધી ભૂખી હોવાની જાણ થઈ હતી. તેમણે તરત જ આ માલધારીઓને પોતાના અઢી વીઘા ખેતરમાં બોલાવીને ગાયોને ચરવા દેવાની વાત કરી હતી. માલધારીઓ પણ શિવાભાઈની આ વાતથી ઘણાં જ ખુશ થઈ ગયા હતાં.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.