Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightસુરત: મોડી સાંજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ તૂટી પડ્યો, ડાંગમાં સ્કૂલના પતરા ઉડ્યાં

સુરત: મોડી સાંજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ તૂટી પડ્યો, ડાંગમાં સ્કૂલના પતરા ઉડ્યાં

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ‘વાયુ વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વ્યારા, ઉનાઈ, નવસારી, વલસાડ અને ડાંગના અનેક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે અને વાવાઝોડાની આગાહીના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ડાંગના શાળાના પતરા ઉડ્યા હતાં જેના કારણે ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી.

સિઝનનો પહેલા વરસાદની શરૂઆત તોફાની રહેતા સુરત અને તાપી જિલ્લામાં એક ખેડૂત અને બે મહિલાનો ભોગ લેવાયો છે. જ્યારે ડોલવણ અને સોનગઢના જુની કેઇલીવેલ ગામે પવનના કારણે ઘરના છાપરા ઊડી ગયા હતાં. મહુવાના વસરાઇ ગામે ખેડૂતની મોટરસાયકલ પર ઝાડ પડતા અકસ્માતમાં મોત થયુ હતું.

વ્યારાના ખુશાલપુરા ગામે ખેતરમાં કામ કરતી વૃધ્ધા પર વીજળી પડતા મોત થયું હતું, અને સોનગઢના જુનીવાવલી ગામે મહિલા પર વીજળી પડતા મોત થયુ છે. મહુવા તાલુકામા મંગળવારના રોજ સાંજે 5 વાગ્યા બાદ અચાનક ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું.

ભારે પવનને લઈ સાંજે 5:30 વાગ્યાના અરસામા મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર ભગવાનપુરા અને વસરાઈ ગામની સીમમાં આવેલ ગુલમહોરનુ તોતિંગ વૃક્ષ ધરાશાયી થયુ હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The thrilling content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! ? Embark into this exciting adventure of discovery and let your thoughts fly! ✨ Don’t just explore, experience the thrill! ? Your brain will thank you for this exciting journey through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page