Monday, April 15, 2024
Google search engine
HomeNationalધીરુભાઈ અંબાણીના બે સગા ભાઈઓ આજે કઈ હાલતમાં જીવે છે? જાણો રસપ્રદ...

ધીરુભાઈ અંબાણીના બે સગા ભાઈઓ આજે કઈ હાલતમાં જીવે છે? જાણો રસપ્રદ વિગત

મુંબઈઃ બિઝનેસ જગતના બાદશાહ મનાતા ધીરુભાઈ અંબાણી અંગે સમગ્ર વિશ્વ જાણે છે. પરંતુ તેમના ભાઈઓ કેટલા હતા અને હાલ તેમનો પરિવાર શું કરે છે તે વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આજે અમે તમને ધીરુભાઈ અંબાણીના ભાઈઓ અને તેમના પરિવાર વિશે જણાવીશુંં.

જૂનાગઢના ચોરવાડ ખાતે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક પરિવારમાં ધીરુભાઈ અંબાણીના પિતાનો જન્મ થયો હતો. તેમના પિતા હીરાચંદ ગોરધનભાઈ અંબાણી એક શિક્ષક હતા. ધીરૂભાઈના માતા જમનાબેન એક સામાન્ય ગૃહિણી હતા.

હીરાચંદ ગોરધનભાઈ અંબાણીને ચાર સંતાન હતા. જેમાં ત્રણ પુત્રો અને બે પુત્રી હતા. ભાઈઓમાં સૌથી મોટા રમણિકભાઈ અંબાણી, ત્યાર પછી ધીરૂભાઈ અંબાણી અને સૌથી નાના ભાઈ નટુભાઈ અંબાણી હતા. આ ઉપરાંત બે બહેનો ત્રિલોચનાબેન અને જસુમતિબેન હતા

ધીરુભાઈના મોટા ભાઈ રમણિક ભાઈએ પદ્માબેન સાથે લગ્ન કર્યા હતા. રમણિકભાઈ અંબાણીના દીકરા વિમલ અંબાણીના નામ પર ‘વિમલ’ બ્રાન્ડની શરૂઆત 1970માં અમદાવાદ નજીકના નરોડા ખાતે કરવામા આવી હતી. આ કંપનીની સ્થાપનામાં વિમલ અંબાણીના પિતા રમણિકભાઈનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન હતું.

રમણિકભાઈ અંબાણી 2014 સુઘી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં બોર્ડનો ભાગ હતા. 90 વર્ષની વયે રમણિકભાઈના બોર્ડમાંથી હટ્યા બાદ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને બોર્ડમાં સામેલ કરવામા આવ્યા. રમણિકભાઈનું 28 ઓગસ્ટ 2020ના નિધન થયું. રમણિક ભાઈ અને પદ્માબેનના સંતાનોમાં નીતા, મીના અને ઈલા નામની દીકરીઓ અને દીકરો વિમલ સામેલ છે. રમણિકભાઈની પત્ની પદ્માબેનનું 201માં નિધન થયું હતું. રમણિકભાઈ બાળકો અને પૌત્ર-પૌત્રીઓ સાથે રહેતા હતા.

વિમલ અંબાણી ટાવર ઓવરસીઝ લિમિટેડના પ્રમુખ છે. આ કંપની રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ, સ્ટૉક બ્રોકરેજ, સ્ટાર્ટ ઈન્વેસ્ટમેન્ટના ક્ષેત્રે કામ કરે છે. આ અગાઉ તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ટેક્સટાઈલ ડિવિઝનના ચીફ એક્ઝિક્યૂટિવ તરીકે કામ કરતા હતા. ટાવર ઓવરસીઝ ઉપરાંત વિમલ અંબાણી ઘણી કંપનીઓ સાથે જોડાયેલા છે. તે ટેક્સટાઈલ અને લેધર ગુડ્સનું કામ કરતી કંપની સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીના ડિરેક્ટર છે. વિમલ અંબાણીએ સોનલ અંબાણી સાથે લગ્ન કર્યા છે. તેમને અમર અંબાણી અને અંજલિ અંબાણી નામના બાળકો છે. જે હાલ ભણી રહ્યાં છે.

વિમલ અંબાણીના બહેન ઈલા અંબાણીના લગ્ન રાજકારણી સૌરભ પટેલ સાથે થયા છે. સૌરભ પટેલ ગુજરાત સરકારમાં કેબિનિટ મંત્રી પણ છે.

ધીરુભાઈ અંબાણીના બીજા ભાઈ નટુભાઈ અંબાણીએ સ્મિતાબેન સાથે લગ્ન કર્યા હતા. તેમના દીકરાનું નામ વિપુલ અંબાણી છે. વિપુલે 2009માં પ્રિતી સાથે લગ્ન કર્યા હતા. વિપુલ અને પ્રિતી ઘણી કંપનીઓમાં જોઈન્ટ સેક્રેટરી છે. વિપુલ એક કેમિકલ એન્જિનિયર છે. તેણે યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સથી અભ્યાસ કર્યો છે. તેણે પોતાના કરિયરનો પ્રારંભ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કંપની પ્રોજેક્ટ એન્ડ ઈન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ ગ્રુપથી કર્યો હતો.

આ કંપનીમાં તેણે એમડી તરીકે કામ કર્યું. જે પછી વિપુલે ટાવર કેપિટલ એન્ડ સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડ નામની પોતાની કંપની બનાવી હતી. આ કંપનીમાં વિપુલ અને તેમના પત્ની પ્રીતિ જ ડિરેક્ટર છે. આ કંપની પોતાના ક્લાઈન્ટ્સને બ્રોકરેજ સેવા આપે છે અને દેવાની સ્થિતિમાં પણ પોતાના ક્લાઈન્ટ્સને સુવિધા પુરી પાડે છે. વિપુલ અંબાણીએ નીરવ મોદી સાથે 2014માં કામ શરૂ કર્યું હતું. આ જ કારણે નીરવ મોદી કાંડ મામલે સીબીઆઈ વિપુલ અંબાણીની પણ તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page